વેપાર ઉદ્યોગના અગ્રણી નેતા સુરેન્દ્ર સવાઈનું નિધન

વેપાર ઉદ્યોગના અગ્રણી નેતા સુરેન્દ્ર સવાઈનું નિધન
ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અને `જન્મભૂમિ' ગ્રુપના ટ્રસ્ટી રામ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે સુરેન્દ્રભાઈએ આઈએમસી અને ફામને કિંમતી સેવાઓ આપી હતી. તેમનું યોગદાન લાજવાબ હતું. તેમની ખોટ ક્યારેય પુરાશે નહીં.
મુંબઈ, તા. 16 : વેપાર ઉદ્યોગના અગ્રણી હરોળના નેતા સુરેન્દ્ર તુલસીદાસ સવાઈ (ઉંમર વર્ષ 81)નું મંગળવાર તા. 15 સપ્ટેમ્બરની રાતે દુ:ખદ અવસાન નિપજ્યું છે.
મુંબઈ ટેક્સ્ટાઇલ મરચન્ટ્સ મહાજનના તેઓ 30 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા અને એમીરેટસ ચૅરમૅન હતા. ફેડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના તેઓ એમીરેટસ ચૅરમૅન હતા. જોઇન્ટ એકશન કમિટી અૉફ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશન્સના ચૅરમૅન હતા. ન્યૂ પીસ ગુડ્સ બજાર કંપની લિ.ના ડાયરેક્ટર હતા. ધી કાલુપુર કમર્શિયલ કૉ-અૉપ બૅન્ક લી.ના ડાયરેક્ટર હતા. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા.
ગોડીજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ-મુંબઈ, મોતીશા જૈન ચેરિટેબલ ટ્રસ્ટ-ભાયખલા, માંગરોળ અને ચોરવાડ જૈન ટેમ્પલ ટ્રસ્ટ અને શ્રીમદ બુદ્ધીસાગર મૂર્તિપૂજક ગુરુકુળ જૈન શ્વેતામ્બર સંઘ વગેરે સંસ્થાઓના ટ્રસ્ટી હતા.
તેમના માનમાં મૂળજી જેઠા કલોથ માર્કેટ બુધવારે બપોરના 3 વાગ્યા પછી બંધ રહી હતી.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer