પાકિસ્તાનમાં નવાઝ શરીફ સામે બિનજામીન પાત્ર વોરન્ટ

પાકિસ્તાનમાં નવાઝ શરીફ સામે બિનજામીન પાત્ર વોરન્ટ
ઈસ્લામાબાદ, તા. 16 : પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ વડાપ્રધાન નવાઝ શહીર સામે બિનજામીન પાત્ર વોરન્ટ જારી કર્યું છે, કારણ કે તેઓ ભ્રષ્ટાચારના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અપીલ માટેની સુનાવણીમાં હાજર રહ્યા નહોતા. ઈસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયની બે સભ્યની ખંડપીઠે અલ અજીજિયા સ્ટીલ મિલ ભ્રષ્ટાચારના મામલામાં શરીફની અપીલ ઉપર સુનાવણી કરી હતી. નવાઝ શરીફ ગયા નવેમ્બર મહિનાથી લંડનમાં ઈલાજ કરાવી રહ્યા છે. લાહોર ઉચ્ચ ન્યાયાલયે તેમને ઈલાજ કરાવવા માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. 
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer