નર્મદા ડેમને છલોછલ ભરીને આજે મોદીને જન્મદિનની ભેટ

નર્મદા ડેમને છલોછલ ભરીને આજે મોદીને જન્મદિનની ભેટ
સરદાર સરોવર સર્વોચ્ચ સપાટીથી માત્ર 10 સે.મી. જ દૂર
વડોદરા, તા.16: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના વધામણાની ઘડી આવી ગઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે. એટલે કે ડેમ 99.99 ટકા ડેમ ભરાઈ ગયો છે. આવતીકાલે નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકાર પી.એમ.મોદીને ભેટ આપશે.
નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે. હાલ ડેમ મહત્તમ સપાટી 138.68થી માત્ર 10 સે.મી. દૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 82,184 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. રિવડબેડ પાવર હાઉસના 6 ટર્બાઈની ચાલુ નર્મદા નદીમાં 34,766 ક્યૂસેક છોડાઈ રહ્યું છે. ત્યારે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં મહત્તમ સપાટી પર પહોંચશે.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આવતીકાલે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમની ઓફિસમાંથી નર્મદા મૈયાનું ઈ-પૂજન કરશે અને નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવશે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer