હવે શાહરૂખ ખાન જોવા મળશે ડબલ રોલમાં

હવે શાહરૂખ ખાન જોવા મળશે ડબલ રોલમાં
છેલ્લા ઘણા સમયથી રૂપેરી પરદે ન જોવા મળેલા શાહરૂખ ખાને હવે ત્રણ ફિલ્મો સાઇન કરી છે. આમાં સૌથી પહેલી યષરાજ બેનરની પઠાણ છે જેમાં તેની સાથે દીપિકા પદુકોણ હશે. આ ફિલ્મમાં વિલન તરીકે જોન અબ્રાહમનો અલગ અંદાજ ઉજાગર થશે. બીજી ફિલ્મ રાજુમાર હિરાણીની સોશિયલ ડ્રામા છે. જયારે સાઉથની દિગ્દર્શક એટલીની ત્રીજી ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં હશે. 
 એટલી અને શાહરૂખ વચ્ચે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી અને વિવિધ વિષયોનું મંથન કર્યા બાદ છેવટે તેમણે એકશન ફિલ્મ કરવાનું નક્કી કર્યુ છે. આ ફિલ્મમાં શાહરૂખ ભારતની ટોચની તપાસ એજન્સીનો અધિકારી અને મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ એમ બંને ભૂમિકા ભજવશે. આ બંને પાત્રો બે અંતિમોના છે અને તેમાં તેની અભિનય ક્ષમતાની કસોટી થશે. નોંધનય છે કે એટલી પોચાની ફિલ્મના હીરોને બે કે ત્રણ ભૂમિકામાં એકસાથે ચમકાવવા માટે જાણીતા છે. 
સિધ્ધાર્થ આનંદની પઠાણની કથા મુંબઇની છે અને તેનું એક શિડયુલ વિદેશણાં શૂટ કરવામાં આવશે. આનું શાટિંગ 2021ના છ મહિના જેટલું ટાલશે. ત્યાર બાદ તે રાજકુમારની ફિલ્મ હાથ ધરશે. રાજકુમાર અને એટલી બંનેની ફિલ્મની પટકથા હજુ લખાઇ રહી છે. આ ઉપરાંત શાહરૂખ રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકે સાથે પણ ફિલ્મ કરવા અંગે વાતચીત કરી રહ્યો છે. 
બ્રેક બાદની કિંગ ખાનની સૌથી પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હશે. આમાં એકશન એડવેન્ચર ફિલ્મમાં તે વિજ્ઞાનીનું પાત્ર ભજવે છે.

Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer