`કૌન બનેગા કરોડપતિ''ની બારમી સીઝન 28 સપ્ટેમ્બરથી

`કૌન બનેગા કરોડપતિ''ની બારમી સીઝન 28 સપ્ટેમ્બરથી
સુપરસ્ટાર અમિતાબ બચ્ચન સંચાલિત શો કોન બનેગા કરોડપતિની બારમી સિઝન 28 સપ્ટેમ્બરથી સોની એન્ટરટેન્મેન્ટ ચેનલ પર સોમથી શુક્ર રાતના નવ વાગ્યે પ્રસારિત થશે. કોરોના કાળમાં પણ આ શોનું શાટિંગ થયું અને તે સમયસર દર્શકો સુધી પહોંચી રહ્યો છે તે અન્યો માટે પ્રેરણારૂપ બાબત છે. આ શોનું ડિજિટલ ઓડિશન થયું ત્યારે દેશના ખૂણેખૂણે વસતાં લોકોના જીવનમાં આશા અને ઉમંગનો સંચાર થયો હતો. 
કોરોના સંબંધિત સુરક્ષાના પગલાંરૂપે કેબીસીના ફોર્મેટમાં ફેરફરા કરવામાં આવ્યો છે. આ શોમાં લાવિ પ્રેક્ષકો હશે નહીં. આથી સ્પર્ધકને ઓડિયન્સ પોલને બદલે વિડિયો- અ -ફ્રેન્ડની લાઇફલાઇન આપવામાં આવશે. બાકીની લાઇફલાઇન પહેલા જેવી જ હશે. ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડના સ્પર્ધકોની સંખ્યા પણ ઘટાડીને આઠની કરવામાં આવી છે. આ સિવાય અમિતાભની સ્ફુર્તિ અને પ્રભાવ તો પૂર્વવત્ જ હશે અને તેઓ સ્વયં કોવિડ-19ના ચેપમાંથી બેઠા થયા છે એટલે દર્શકો માટે તેઓ પ્રેરણાસમાન પુરવાર થશે.  
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer