અભિનેત્રી આશાલતા વાબગાંવકરનું કોરોના કારણે મૃત્યુ

અભિનેત્રી આશાલતા વાબગાંવકરનું કોરોના કારણે મૃત્યુ
મરાઠી અને હિન્દી ફિલ્મોના પીઢ અભિનેત્રી આશાલતા વાબગાંવકરનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તેઓ 79 વર્ષના હતા. મરાઠી ટીવી સિરિયલ આઇ માઝી કાળુબાઇનું સતારામાં શાટિંગ કરતા હતા ત્યારે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. સેટ પરના આશરે 21 લોકો આ ચેપનો ભોગ બન્યા હતા અને દરેકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઉંમરને કારણે આશાલતા કોરોના વાઇરસની સામે ઝઝૂમી રહ્યા હતા અને છેવટે તેઓ આ લડાઇ હારી ગયાં. 
આશાલતાએ હિન્દી ફિલ્મ આહિસ્તા આહિસ્તા, વો સાત દિન, અંકુશ, અપને પરાયે, શૌકીન, યાદોં કી કસમ, નમકહલાલ વગેરેમાં અભિનય કર્યો હતો. જયારે વહિણીચી માયા, ઉંબરઠા, નવરી મીળે નવરયાલા અને સૂત્રધાર જેવી મરાઠી ફિલ્મોના તેમના અભિનયની પ્રશંસા થઇ હતી. તેઓ મરાઠી રંગભૂમિના પણ જાણીતા અભિનેત્રી હતાં અને સોથી વધુ નાટક કર્યાં હતાં. 
શબાના આઝમી, રેણુકા શહાણે, અશોક શરાફ જેવા કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમને ભાવભરી શ્રધ્ધાંજાલિ આપી છે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer