એચબીઓની સિરિઝ `સકસેશન''ના દિગ્દર્શન બદ્લ અન્દ્રીજ પારેખને એમી એવોર્ડ્સ

એચબીઓની સિરિઝ `સકસેશન''ના દિગ્દર્શન બદ્લ અન્દ્રીજ પારેખને એમી એવોર્ડ્સ
રાજેન્દ્ર વોરા તરફથી
ભારતીય-અમેરિકન અને યુક્રેનિયન-અમેરિકન મૂળના દિગ્દર્શક અન્દ્રીજ પારેખને એટબીઓની સિરિઝ સકસે?ના હન્ટિગ એપિસોડના દિગ્દર્શન માટે 72મા પ્રાઇમટાઇમ એમી એવોર્ડમાં સન્માનિત કરવામાં આવ્યા છે. લોસ એન્જલસના સ્ટેપલ્સ સેન્ટરથી આ કાર્યક્રમનું પ્રસારણ વર્ચ્યુઅલી થયું હતું. આ શો મીડિયા સામ્રાજય ધરાવતા એક પરિવારના સત્તા સંઘર્ષની છે. આ સિરિઝને બીજી સિઝનમં બેસ્ટ ડ્રામા સિરિઝનું માન પણ મળ્યું છે. 
પારેખના પિતા ભારતીય અને માતા યુક્રેનીયન છે. તેમનો જન્મ કૅમ્બ્રિજમાં થયો છે અને તેઓ મિન્સોટાની હાઇસ્કૂલમાં ભણ્યા છે તથા કાર્લટન કોલેજમાંથી 1994માં ગ્રેજયુએટ થયા. 49 વર્ષના પારેખ ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં સિનેમેટોગ્રાફીનો અભ્યા સરતા હતા ત્યારે 1988માં તેમને ઇસ્ટમેન એક્સેલન્સ ઇન સિનેમેટોગ્રાફી એવોર્ડ મળ્યો હતો તથા 2001માં અમેરિકન સોસાયટી ઓફ સિનેમેટોગ્રાફર્સમાં હેરિટેજ એવોર્ડ શ્રેણીમાં તેમનો માનભેર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
હાલમાં પારેખ 
ન્યૂ યૉર્કમાં રહે છે અને ફિલ્મ તથઆ મ્યુઝિક વિડિયોનું શાટિંગ કરે છે. તેમના મતે ગુજરાતી મૂળને લીધે તેઓ સારી રીતે બિઝનેસ કરી શકે છે તથા લાગમીશીલ સ્વભાવ હોવાથી સર્જનાત્મક કામ કરી શકે છે. માતાપિતા બંને જુદીજુદી સંસ્કૃતિના હોવાથી તેમને બે સંસ્કૃતિને આત્મસાત કરવાની તક મળી છે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer