ઇટાલિયન અૉપનમાં જોકોવિચ ચૅમ્પિયન

ઇટાલિયન અૉપનમાં જોકોવિચ ચૅમ્પિયન
36મો માસ્ટર્સ ખિતાબ જીતી નડાલનો રેકોર્ડ તોડયો
રોમ, તા.22: દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચ ઇટાલિયન ઓપન જીતીને રેકોર્ડ 36મો માસ્ટર્સ ખિતાબ પોતાના નામે કર્યોં છે. કલે કોર્ટ પર રમાયેલા ઇટાલિયન ઓપનના ફાઇનલમાં જોકોવિચે આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો સ્કાવાર્ટસમેનને 7-5 અને 6-3થી હાર આપી હતી. માસ્ટર્સ ટાઇટલ જીતવાના મામલે જોકોવિચ હવે તેના નજીકના હરીફ રાફેલ નડાલ (35 ખિતાબ)થી આગળ થયો છે. જોકોવિચ આ સાથે પાંચમીવાર ઇટાલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. 2015 બાદ તે પહેલીવાર રોમમાં વિજેતા બન્યો છે. 
જોકોવિચ બે સપ્તાહ પહેલા લાઇન જજને દડો મારવા બદલ યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાંથી બહાર થઇ ગયો હતો. આ ભૂલ બદલ તેણે માંફી માંગી હતી. જો કે ઇટાલિયન ઓપનમાં પણ તે એકવાર ચાલુ મેચ દરમિયાન ચેર અમ્પાયર સાથે ઝઘડી પડયો હતો.

Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer