આઇપીએલના પ્રારંભ સાથે જ વ્યુઅરશિપનો રેકર્ડ

આઇપીએલના પ્રારંભ સાથે જ વ્યુઅરશિપનો રેકર્ડ
પહેલી મેચ 20 કરોડથી વધુ દર્શકોએ ટીવી પર જોઈ
નવી દિલ્હી, તા.21: આઇપીએલની 13મી સિઝનના પ્રારંભ સાથે જ વ્યૂઅરશિપનો નવો રેકોર્ડ બન્યો છે. દુનિયાની સૌથી મોંઘી ગણાતી આ ટી-20 લીગનો પહેલો મેચ અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. જેનો 20 કરોડથી વધુ દર્શકોએ ટીવી પર જોવાનો આનંદ માણ્યો હતો. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ટ્વિટર પર આ જાણકારી આપી હતી.
જય શાહે બીએઆરસી ઇન્ડિયા (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ-ઇન્ડિયા)ની રેટિંગના આધારે ચાહકોને આ જાણકારી આપી હતી. બીસીસીઆઇના સેક્રેટરીએ ટ્વિટ કર્યું છે કે ડ્રીમ આઇપીએલના ઓપનિંગ મેચે નવો રેકોર્ડ બનાવ્યો. બીએઆરસી અનુસાર મેચ જોવા માટે 20 કરોડથી વધુ દર્શકોએ ટીવીનો માધ્યમનો ઉપયોગ કર્યોં હતો. દેશની કોઇપણ રમત સ્પર્ધાના ઉદઘાટન મેચનો આ સૌથી મોટો આંકડો છે. આઇપીએલની કોઇ સિઝનમાં પણ પહેલા લીગ મેચમાં આટલા ટીવી દર્શક નોંધાયા નથી.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer