એનસીડેક્સમાં સોયાતેલ, ચણામાં ઊંચા વેપાર

મુંબઇ, તા. 22 : દિશાવિહીન વાયદા અને નવા વેપાર વિનાનાં હાજર બજારો કૃષિ કોમોડિટીનાં કારોબારમાં સુસ્તી દેખાડતા હોવાથી આજે વાયદામાં બેતરફી માહોલ હતો. ખપપુરતી લેવાલી વચ્ચે અમુક વાયદા ઉંચકાયા હતા તો અમુકમાં રોકાણકારો રાહ જોવાના મુડમાં હતા. હાજર બજારોમાં નરમાઇના કારણે આજે કારોબાર ફ્લેટ હતા. ઇન્ડેક્ષમાં આજે મામુલી સુધારો જોવા મળ્યો હતો. એગ્રિડેક્સ સવારે 1139.00 અંક સાથે ખુલ્યો હતો અને સાંજે 1139.90 અંક પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઇન્ડેક્સનાં વાયદાનાં ભાવમાં આજે કોઇ ખાસ વધઘટ રહી નહોતી. એગ્રિડેક્સમાં આજે કુલ ઉભા ઓળિયા 12 થયા હતા. આજે મસાલા, ઘટ્યા મથાળે જ્યારે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ચણાના વાયદા 216 કરોડ રૂપિયાનાં જ્યારે સોયાતેલનાં વાયદા 261 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. 
એરંડા, ધાણા, જીરું, સરસવ, સોયાતેલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ચણા, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ તથા સોયાબીનના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાનાં ભાવ 4226 રૂપિયા ખુલી 4184 રૂપિયા, ચણા 5143 રૂપિયા ખુલી 5145 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 1807 રૂપિયા ખુલી 1834 રૂપિયા, ધાણા 6542 રૂપિયા ખુલી 6480 રૂપિયા, ગુવાર સીડનાં ભાવ 3970 રૂપિયા ખુલી 3982 રૂપિયા બંધ રહ્યા હતા. આ જ પ્રમાણે ગુવાર ગમ 6152 રૂપિયા ખુલી 6155 રૂપિયા, જીરાનાં ભાવ 13,680 રૂપિયા ખુલી 13,605 રૂપિયા, કપાસનાં ભાવ 1015.0 રૂપિયા ખુલી 1021.50 રૂપિયા, સરસવ 5410 રૂપિયા ખુલી 5377 રૂપિયા, સોયાબીનનાં ભાવ 3950 રૂપિયા ખુલી 3986 રૂપિયા, સોયાતેલ 934.0 રૂપિયા ખુલી 933.0 રૂપિયા અને હળદરનાં ભાવ 5852 રૂપિયા ખુલી 5788 રૂપિયા બંધ રહ્યા હતા. 
એરંડાનાં વાયદામાં કુલ 7670 ટન, ચણામાં 41,910 ટન, ધાણામાં 1700 ટન, કપાસિયા ખોળમાં 15,550 ટન, ગુવાર ગમમાં 10,355 ટન, ગુવાર સીડમાં 20,785 ટન, જીરામાં 576 ટન, કપાસનાં વાયદામાં 256 ગાડી, સરસવમાં 38,060 ટન, સોયાબીનમાં 34,710 ટન, સોયાતેલમાં 28,655 ટન તથા હળદરનાં વાયદામાં 2095 ટનનાં કારોબાર થયા હતા. એરંડામાં 32 કરોડ, ચણામાં 216 કરોડ, કપાસિયા ખોળમાં 28 કરોડ, ધાણામાં 11 કરોડ, ગુવાર ગમમાં 64 કરોડ, ગુવાર સીડમાં 83 કરોડ, જીરામાં 8 કરોડ, કપાસમાં 5 કરોડ, સરસવમાં 206 કરોડ, સોયાબીનમાં 138 કરોડ, સોયાતેલમાં 261 કરોડ કારોબાર થયા હતા.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer