મરાઠા આંદોલનને શાંત પાડવા સરકારના નિર્ણયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં મરાઠાઓના હિતમાં આઠ નિર્ણય લેવામાં આવ્યા છે. મરાઠાઓના આરક્ષણ માટેના આંદોલનને નબળું પાડવાની ગણતરીથી આઠ નિર્ણય લેવામાં આવ્યા છે.
પ્રધાનમંડળે આર્થિક રીતે નબળા પરિવારો માટેનો લાભ એસઈબીસી વર્ગના ઉમેદવારોને આપવાનો નિર્ણય લીધો છે. રાજર્ષી છત્રપતિ શાહુ મહારાજ શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના હવે ઈડબ્લ્યુએસમાંના વિદ્યાર્થીઓને લાગુ પડાશે. તેના માટે 600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. જરૂર પડયે વધુ નાણાં ફાળવવામાં આવશે. ડૉ. પંજાબરાવ દેશમુખ વસતિગૃહ નિર્વાહ ભથ્થાં યોજના હવે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને લાગુ પડશે. `સારથિ' સંસ્થા (પુણે) માટે નાણાકીય જોગવાઈ વધારવામાં આવી છે. અણ્ણાસાહેબ પાટીલ માગાસ આર્થિક વિકાસ મહામંડળ તરફથી બેરોજગાર યુવકોને નાણાકીય મદદ આપવામાં આવશે. તેનું ભંડોળ વધારીને 400 કરોડ કરવામાં આવ્યું છે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer