2021માં ભારતમાં કોરોના વૅક્સિન આવી જશે : લોકો સુધી પહોંચાડવાનો પડકાર

130 કરોડ લોકોને વૅક્સિનેશનનું માળખું ન હોવાની વિજ્ઞાનિઓને ચિંતા
નવી દિલ્હી, તા. 22 : ભારતના એક અગ્રણી મહિલા વૈજ્ઞાનિકે આશા વ્યક્ત કરી છે કે ભારતને વર્ષ 2021માં કોરોનાની વેક્સિન મળી જશે પરંતુ દરેક ઉંમરના લોકોને વેક્સિન આપવા માટે વ્યવસ્થા ઉભી કરવી પડકારજનક બની રહેશે.
તમિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર અને ડબલ્યુએચઓની વેક્સિન સેફટી પર ગ્લોબલ એડવાઈઝરી કમિટિના સદસ્ય ગગનદીપ કાંગે વેક્સિનની ઉપલબ્ધતા સાથે ચિંતા પણ વ્યક્ત કરી કે 1.3 અબજ લોકોને સલામત રીતે વેક્સિન આપવી એ એક દેશ માટે સૌથી મોટો પડકાર હશે.
પ્રોફેસર ગગનદીપના મતે બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તથા હાઈરિસ્ક કેટેગરીના લોકોને વેક્સિનેશન માટે ભારત પાસે સ્થાનિક સ્તરે ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. વર્ષના અંત સુધીમાં આપણી પાસે ડેટા હશે કે કઈ વેક્સિન અસરકારક છે અને કઈ સૌથી સારી છે. જો સારા પરિણામ મળ્યા તો 2021ના શરૂઆતના 6 માસમાં આપણી પાસે અમુક માત્રામાં વેક્સિનનો જથ્થો હશે અને બાકીના 6 માસમાં વધુ પ્રમાણમાં જથ્થો હશે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer