કૃષિ બિલો મૂડીવાદીઓનો વિકાસ, ખેડૂતોનો વિનાશ નોંતરશે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 22: કૃષિ બિલ્સ સંદર્ભે સરકાર સામે હુમલો વધુ તેજ કરતાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે, આ બિલો મૂડીવાદીઓનો વિકાસ થશે અને ખેડૂતોનો વિનાશ નોંતરશે. જોકે, સરકાર તરફથી અને ખુદ વડા પ્રધાને પણ આ ત્રણ કૃષિ બિલોને ખેડૂતોના હિતમાં હોવાનું જણાવ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, વર્ષ 2014માં મોદીજીએ ખેડૂતોને સ્વામીનાથન પંચની ભલામણો પ્રમાણે કૃષિ પેદાશોના ટેકાના ભાવનું વચન આપ્યું હતું. વર્ષ 2015માં મોદી સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ ભલામણોનો અમલ શક્ય નથી અને હવે 2020માં આ કાળા કાયદા લવાયા. આ ત્રણ કૃષિ વિરોધી પ્રયોગથી મોદીજીનો ઈરાદો સ્પષ્ટ થયો છે. મૂડીવાદીઓનો વિકાસ ખેડૂતોનો વિનાશ.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer