બોલીવુડમાં ફફડાટ : દીપિકા પદુકોણને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા

ગજનીના કો-પ્રોડ્યુસર મધુ મન્તેના આજે બ્યૂરોમાં હાજર થશે, ટોપના છ સંદિગ્ધ અભિનેતાએ વકીલો સાથે મસલત કરી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલની તપાસમાં અભિનેત્રી દીપિકા પદુકોણનું નામ સપાટી પર આવતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો તેને પણ પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે. દીપિકા ઉપરાંત અન્ય છ અભિનેતાના પણ નામ બહાર આવ્યા છે. 
આ પહેલા અભિનેત્રી શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રિત સિંહનાં નામ બહાર આવ્યાં હતાં અને એ ત્રણેને આવતા થોડા દિવસોમાં પૂછપરછ માટે બોલાવાશે જ્યારે ફિલ્મ નિર્માતા મધુ મન્તેનાને બુધવારે (આજે) પૂછપરછ માટે બોલાવાયા છે. 2008માં તેમણે ગજની ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી હતી.   
દીપિકાનું નામ બહાર આવતા બૉલીવુડમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને છ જેટલા ટોપના અભિનેતાઓને પોતાનું નામ પણ બહાર આવે એવો ડર હોવાથી તેમણે પોતાના વકીલો સાથે મસલત શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. દીપિકાની મૅનેજર કરિશ્મા પ્રકાશ અને દીપિકા વચ્ચે ડ્રગ્સ વિશે વોટ્સએપ પર ચર્ચા થઈ હતી. આવો એક મેસેજ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પાસે છે. આ મેસેજમાં દીપિકા પોતાની મૅનેજર કરિશ્મા પાસેથી ઙ્કઠ્ઠદ્મત્તઙ્ખ માગે છે. જવાબમાં કરિશ્મા કહે છે માલ તો છે, પણ ઘરે છે અને હું બાંદ્રામાં છું. 
મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કરિશ્મા પ્રકાશને પૂછપરછ માટે બોલાવી હતી, પણ તેણે સમય માગ્યો છે. કરિશ્મા જે કંપની સાથે સંકળાયેલી છે એ ક્વાન ટેલેન્ટ મૅનેજમેન્ટ એજન્સીના સીઈઓ ધ્રુવ ચિતગોપેકરને પણ મંગળવારે બોલાવવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ થઈ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના સૂત્રોએ કહ્યું હતું કે જરૂર પડશે તો દીપિકાને પણ અમે બોલાવીશું. 
કવાન કંપનીના માલિક કોણ છે એની પણ તપાસ થઈ રહી છે. આ કંપની બૉલીવુડના કોઈ સિતારાની હોવાનું કહેવાય છે. 
મંગળવારે સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની છ કલાક પૂછપરછ થઈ હતી. સોમવારે તેની ચાર કલાક પૂછપરછ કરાઈ હતી. જયા સાહા અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીને બુધવારે (આજે) પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે. જયા સાહાની ધરપકડની શક્યતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. જયા સાહાએ બૉલીવુડના ડ્રગ્સ કનેકશનનો નાર્કોટિક્સ કન્ટ્રોલ સમક્ષ ખુલાસો કર્યો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને ડ્રગ્સને લઈ બૉલીવુડની વધુ બે હસ્તી વચ્ચેની પણ ચૅટ મળી છે. આ ચેટ `એસ' અને `એન' વચ્ચે છે. આ બે હસ્તી કોણ છે એનો ખુલાસો પણ ટૂંક સમયમાં થઈ જશે.
હાઈ કોર્ટમાં રિયાની જામીન અરજીની સુનાવણી આજે 
બીજી તરફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની અદાલતી કસ્ટડી મંગળવારે પૂરી થતા તેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને જજે તેને વધુ 14 દિવસ માટે અદાલતી કસ્ટડી આપી હતી. તેને હવે છઠ્ઠી અૉક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. તેને ફરી ભાયખલાની મહિલા જેલમાં મોકલવામાં આવી હતી. આ કેસમાં પકડવામાં આવેલા અન્ય આરોપીઓને બુધવારે (આજે) કોર્ટમાં ફરી રજૂ કરાશે. રિયા અને તેના ભાઈ શોવિકે હવે જામીન માટે મુંબઈ હાઈ કોર્ટમાં મંગળવારે અરજી કરી હતી. આ અરજીની સુનાવણી બુધવારે (આજે) થશે.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના રડાર પર બોલીવુડની આ હસ્તીઓ
દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપુર, સોનમ કપુર, સારા અલી ખાન,  રકુલ પ્રિત સિંહ, સોનમ કપુર, રણબીર કપુર, હ્રતિક રોશન, ટાઈગર શ્રોફ, જેકલિન ફર્નાન્ડિઝ 
દીપિકાની હેલોવિન પાર્ટી 
દીપિકાએ 28 ઓક્ટોબર 2017ના હેલોવિન પાર્ટીનું આયોજન કરેલું અને એમાં ડ્રગ્સનું સંવન થયેલું. એમાં સાનાક્ષી સિંહા, સિદ્ધાર્થ મલ્હોત્રા, આદિત્ય રોય કપુરે પણ હાજરી આપેલી. આ પાર્ટીના બે દિવસ પછી કોકો પબે તેના ફેસબુક પેજ પર આ પાર્ટી ફોટો અપલોડ કરેલા.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer