મુંબઈમાં 1628 કોરોનાગ્રસ્તો વધ્યા; 1669 દરદી સાજા થયા

મુંબઈમાં 1628 કોરોનાગ્રસ્તો વધ્યા; 1669 દરદી સાજા થયા
રાજ્યમાં 392 જણનાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુંબઈમાં કોરોનાના આજે 1628 દરદીઓ ઉમેરાતા અત્યાર સુધીના કોરોનાગ્રસ્તોની સંખ્યા 1,87,778 ઉપર પહોંચી છે. કોરોનાએ આજે 47 જણાંનો ભોગ લેતા અત્યાર સુધીનો કુલ મરણાંક 8549 ઉપર પહોંચ્યો છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 26,644 ઉપર પહોંચી છે. કોરોના 1669 દરદીઓ સાજા થયા છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દરદીઓની સંખ્યા 1,52,204 ઉપર પહોંચી છે.
મુંબઈમાં અત્યાર સુધી 10,22,711 જણાંનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 20,206 દરદીઓ સાજા થતા અત્યાર સુધીમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 9,36,554 ઉપર પહોંચી છે. મહારાષ્ટ્ર રિકવરી રેટ 75.36 ટકા છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 18,390 દરદીઓનો ઉમેરો થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ આજે 392 જણાંનો ભોગ લીધો છે. રાજ્યની વિવિધ લેબોરેટરીમાં અત્યાર સુધીમાં 60,17,284 કોરોનાના પરિક્ષણ થયા હતા. તેમાંથી 20.65 ટકા લોકો પૉઝિટિવ હોવાનું માલુમ પડયું હતું. રાજ્યમાં હાલ 18,70,200 જણાં હોમ કવોરન્ટાઈન અને 34,982 ઈન્સ્ટિટયૂશનલ કવોરન્ટાઈનમાં છે.
કોરોનાએ પુણેમાં 5368, થાણેમાં 4585, રાયગઢમાં 1032, પાલઘરમાં 784, સતારામાં 759, રત્નાગિરિમાં 236 તેમ જ સિંધુદુર્ગમાં 57 જણાનો ભોગ લીધો છે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer