શરાબના વેચાણ ઉપર વેરારૂપે પાંચ માસમાં રૂા. 3842 કરોડની આવક

શરાબના વેચાણ ઉપર વેરારૂપે પાંચ માસમાં રૂા. 3842 કરોડની આવક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર સરકારે રાજ્ય ઉત્પાદન શુલ્ક ખાતા પાસેથી નાણાકીય વર્ષ 2020-21માં 19,225 કરોડ રૂપિયા આવકની ગણતરી રાખી હતી. તેની સામે એપ્રિલથી અૉગસ્ટ સુધીના પાંચ માસમાં માત્ર 3842.32 કરોડ રૂપિયા જેટલી આવક મળી છે, જે ગત વર્ષના પ્રથમ માસની સરખામણીમાં 37 ટકા ઘટાડો દેખાડે છે.
ચાલુ વર્ષે એપ્રિલથી અૉગસ્ટના ગાળામાં દેશી દારૂનું 38 ટકા, વિદેશી દારૂનું 33 ટકા, બિયરનું 63 ટકા અને વાઈનનું 39 ટકા વેચાણ ઘટયું છે.
પહેલી એપ્રિલથી 20મી સપ્ટેમ્બર સુધીમાં મહારાષ્ટ્રમાં સ્ટેટ ઉત્પાદન શુલ્ક ખાતાએ 18,488 ગુના નોંધીને 10,030 આરોપીઓની ધરપકડ કરી છે. 1710 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 42.60 કરોડ રૂપિયાની કિંમતનો શરાબ જપ્ત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં 15મી મેથી વાઈન અને બિયરની દુકાનોમાંથી હોમ ડિલિવરીની પરવાનગી આપવામાં આવી પછી 20મી સપ્ટેમ્બર સુધીમાં 4590 ગ્રાહકોએ તેનો લાભ લીધો હતો. મુંબઈ શહેર અને ઉપનગર જિલ્લામાં 4377 ગ્રાહકોએ સેવાનો લાભ લીધો હતો.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer