લૉકડાઉન દરમિયાન પોર્નોગ્રાફી અને બળાત્કારની 13244 ફરિયાદ : સ્મૃતિ ઈરાની

લૉકડાઉન દરમિયાન પોર્નોગ્રાફી અને બળાત્કારની 13244 ફરિયાદ : સ્મૃતિ ઈરાની
રાજ્યસભામાં જણાવ્યું બે વર્ષમાં ચાઈલ્ડ હેલ્પલાઈનને 2.39 કરોડ ફરિયાદો મળી 
નવી દિલ્હી, તા.22: દેશમાં 1 માર્ચ 2020થી 31 ઓગસ્ટ 2020 સુધીમાં બાળ યૌન શોષણનાં 420 કેસની જાણકારી એનસીપીસીઆરને મળી છે. જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) અનુસાર 1 માર્ચ 2020થી 18 સપ્ટેમ્બર 2020 સુધીમાં રાષ્ટ્રીય સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલમાં નોંધાયેલી પોર્નોગ્રાફી, બળાત્કાર અને સામુહિક બળાત્કારની ફરિયાદોનો આંકડો 13244 જેટલો છે.
રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશનને 1 માર્ચ 2020થી 15 સપ્ટેમ્બર 2020 સુધીમાં બાળ શોષણ સંબંધિત કુલ 3941 ફોન કોલ મળ્યા હતાં. 
આ પહેલા તેમણે સદનને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ચાઈલ્ડ હેલ્પલાઈન સેવાને વર્ષ 2018થી આ વર્ષે ઓગસ્ટ સુધીમાં કુલ 2.39 કરોડ 
ફરિયાદો મળી ચૂકી છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન એપ્રિલથી જૂન વચ્ચે ઘરેલું હિંસાની 2878 ફરિયાદો પણ નિપટાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer