લદાખમાં રાફેલ, મિરાજની ગર્જના : અકસાઈમાં ચીને ગોઠવી મિસાઈલો

લદાખમાં રાફેલ, મિરાજની ગર્જના : અકસાઈમાં ચીને ગોઠવી મિસાઈલો
તણાવ ઘટાડવા લશ્કરી વાટાઘાટોના મેરેથોન દોર; વધુ મંત્રણા માટે બંને સંમત
નવી દિલ્હી, તા. 22 : ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવ ઘટાડવા લશ્કરી વાટાઘાટોનો છઠ્ઠો દોર 14 કલાક ચાલ્યો હોવાનું આજે સાંજે જણાવાયું હતું. જોકે, સોમવારે ચાલેલી આ મેરેથોન બેઠકમાં શું નક્કી કરાયું તેની કોઇ વિગતો જાહેર કરાઈ નહોતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ લદ્દાખ સરહદે હવે કાતિલ ઠંડીની મોસમ શરૂ થઈ રહી છે, તેને ધ્યાનમાં લેતા બંને દેશો વચ્ચે બેઠકના વધુ રાઉન્ડ માટે બંને પક્ષ સંમત થયા હતા. 
ભારત અને ચીન વચ્ચે વ્યાપ્ત સરહદી તણાવ હવે લશ્કરી જમાવટમાં બદલાઈ રહ્યો છે. લદ‰ાખમાં રાફેલ અને મિરાજ વિમાનોની ધણધણાટી સંભળાઈ રહી છે તો તિબેટમાં ચીને યુદ્ધ અભ્યાસના ભાગ રૂપે ચેતવણીના સાયરન વગાડવાનું શરૂ કરી દીધુ છે.
ભારત હુમલો કરે તો બચાવની તૈયારીઓના ભાગ રૂપે ચીને શનિવારે લ્હાસામાં મોકડ્રીલ યોજી હતી. લદ્ખામાં ભારતે લડાકુ જહાજો મોકલ્યા બાદ ચીને ગભરાટમાં બચાવની તૈયારીઓ શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. ચીનની આર્મીએ લદ્ખા પાસે રાત્રી યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો. એરડિફેન્સ સિસ્ટમ, મિસાઈલો, રોકેટ લોન્ચર અને હોવિત્ઝર તોપથી લશ્કરી કવાયત યોજી હતી. 
ચીનના ઈરાદા દિવસેને દિવસે ખતરનાક બની રહ્યા છે. સમગ્ર ભારતને હુમલાની રેન્જમાં આવરી લેવા અકસાઈ ચીનમાં પરમાણુ મિસાઈલો તૈનાત કરી હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ ભારત પણ કોઈ પણ પરિસ્થિતીનો સામનો કરવા સજ્જ છે. ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ વધારવા ચીને અકસાઈ ચીનમાં ભારે સશત્ર સરંજામ ખડક્યો હોવાનું સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યું છે. મિસાઈલોને છૂપાવવા જમીનની અંદર બંકરો બનાવવામાં આવ્યા છે. અગાઉ અમેરિકાને ધમકાવવા ચીને સાઈઉ ચાઈના સી માં આવી જ રણનીતિ અપનાવી હતી.
ચીને છેલ્લા 3 વર્ષમાં એલએસી નજીક પોતાના વિસ્તારોમાં એરબેઝ, એર ડિફેન્સ પોઝીશન, હેલીપોર્ટની સંખ્યા બમણી કરી નાખી છે. ચીનના ઈરાદા તેની તૈયારીઓ પરથી સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ચીને ભારતીય સરહદ નજીક લશ્કરી તૈયારીઓ ખૂબ વધારી છે. 2017માં ડોકલામ વિવાદ બાદ ચીને રણનીતિ બદલી છે. લશ્કરી ઓપરેશન માટે તે અગાઉથી તૈયારીઓ કરી રહ્યું છે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer