ચૂંટણી સોગંદનામા અંગે આઈટી નોટિસ સંબંધે પવારે કહ્યું

ચૂંટણી સોગંદનામા અંગે આઈટી નોટિસ સંબંધે પવારે કહ્યું
કેટલાક લોકો સાથે કેન્દ્ર સરકારને પ્રેમ છે 
નવી દિલ્હી, તા. રર : ચૂંટણી સોગંદનામા અંગે એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપીના સાંસદ સુપ્રિયા સૂલેને આયકર વિભાગે નોટિસ પાઠવી હતી.
શરદ પવારે આજે પત્રકાર પરિષદમાં આ અંગે ખુલાસો કરી આક્ષેપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર પોતાના રાજકીય વિરોધીઓ વિરૂદ્ધ આઈટીની નોટિસ મોકલી તેમના વિરૂદ્ધ પ્રોપગેન્ડા રચી રહી છે. તેમણે કટાક્ષ કર્યો કે કેટલાક લોકો સાથે તેમને (કેન્દ્ર સરકાર) ને પ્રેમ છે. 
સાથે પવારે કહ્યું કે રાજ્યસભામાં હંગામા બાદ સસ્પેન્ડ કરાયેલા 8 સદસ્યોના સમર્થનમાં તેઓ પણ એક દિવસના ઉપવાસ કરશે અને આવું કરીને આંદોલનને સમર્થન આપશે. રાજ્યસભામાં કૃષિ ખરડા પસાર થયા મામલે તેમણે કહ્યું કે આ રીતે ખરડા પસાર થતાં મેં કયારેય જોયું નથી. તેઓ તેને જલદી પસાર કરાવવા ઈચ્છતા હતા. 
જ્યારે કેટલાક સદસ્યોના મનમાં તે અંગે સવાલ હતા. શરૂઆતથી જ એવું લાગતું હતુ કે તેઓ ચર્ચા કરવા ઈચ્છતા ન હતા. સદસ્યોને જ્યારે આ અંગે જવાબ ન મળ્યો તો તેઓ વેલમાં આવી ગયા હતા. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer