અર્જુન રામપાલનો કોવિડ ટેસ્ટ નેગેટિવ

અર્જુન રામપાલનો કોવિડ ટેસ્ટ નેગેટિવ
અભિનેતા અર્જુન રામપાલનો કોવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તે ફિલ્મ નેલપોલીશનું સાટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના સહકલાકાર માનવ કોલ અને આનંદ તિવારીને કોરોનાનો ચેપ લાગતાં સંપૂર્ણ યુનિટનો કોવિડ -19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોતાનો રિપોર્ટ શું આવશે તેની અર્જુનને ફિકર હતી. પરંતુ સદનસીબે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ છતાં તો કોવિડ સંક્રમિતોના સીધા સપર્કમાં આવ્યો હોવાથી ચાર દિવસ બાદ તેનો ફરી એક વાર ટેસ્ટ કરવામાં આવશે. હાલમાં તે ઘરમાં જ ક્વૉરન્ટાનિ છે.  અત્યારે તો નેલ પોલીશનું શાટિંગ અટકી પડયું છે અને તમામ કલાકારો સાજા થયા પછી તે ફરી ચાલુ થાય તેની આશા અર્જુને વ્યક્ત કરી હતી. 
નોંધનીય છે કે હજુ બે દિવસ પહેલા જ અર્જુને ફિલ્મના સેટ પર માનવ સાથે ફોટો પડાવીને સોશિળ મીડિયા પર મૂકીને કામ પર પરત ફર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer