રણવીર સિંહે બધિરો માટે સાઇન લેંગ્વેજનો વિડિયો બહાર પાડયો

રણવીર સિંહે બધિરો માટે સાઇન લેંગ્વેજનો વિડિયો બહાર પાડયો
વૈશ્વિક સ્તરે રહેલા બધિરો માટે સપ્ટેમ્બર મહિનો ખાસ હોય છે. તેઓ 21 સપ્ટેમ્બરથી ઇન્ટરનેનલ વીક ઓફ ડેફની ઉજવણી કરે છે અને 23 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ ડે ઊજવાય છે. આ પ્સંદે અભિનેતા રણવીર સિહે ઇન્ડિયન સાનિ લેંગ્વેજ (આઇએસએલ)ને ભારતની 23મી સત્તાવાર ભાષા બનાવવાની દિશામાં જાગૃતિ લાવવા માટે સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)ના બે વિડિયો બહાર પાડયા છે. 
રણવીરે જમાવ્યું હતું કે, બધિરો પણ સગીતનો આનંદ લઇ શકે એવી મારી ઇચ્છઆ છે. ભારતના બધિરોને ઉજ્જવળ ભાવિ પ્રદાન કરી શકવાનું અમારુંસ પનું છે અને તે કામ અમે અમારી કલા દ્વારા કરી શકીએ. આ માટે દરેક ભારતીયના સહકારની જરૂર છે. બધિર ભાઇબહેનો પણ આપણા જેવા સામાન્ય જ હોય છે તેમને થોડી સમજવાની જરૂર છે. 
આ પહેલ માટે રણવીરે સ્લોચિત્તા અને બંગાળી લોકકલા આર્ટિસ્ટ દીપાન્નિતા આચાર્ય સાછે મળીને સ્વપન અને કામ ભારી, સ્પિટફાયર, સ્લોચિત્તા અને જેવિલ ધ રાયમર સાથે મહેફિલ-એ-હિપહોપ નામના વિડિયો બનાવ્યા હતા. આ ગીતો તેણે ઇનસિન્ક દ્વારા રીલિઝ કર્યા છે જે સ્વતંત્ર રેકોર્ડ લેબલ છે. રણવીરે ઉમેર્યું હતું કે, ઇનસિન્કમાં સંગીતને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં હું પરફોર્મર કરતા પણ થોડો આગળ વધી જાઉં છું. સંગીતે મારું વ્યક્તિ તરીકે ઘડતર કર્યું છે તથા સંઘર્ષોમાંથી આગળ વધવાની પ્રેરણા અને સિધ્ધિ હાંસલ કરવાનો વિશ્વાસ આપ્યો છે. સંગીતે મને જે આપ્યું છે તે મારે બધિરોને આપવું છે અને એટલે જ હું તેમની સાથે જોડાયો છું. 
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer