2021ની શરૂઆતમાં કોરોના વૅક્સિન તૈયાર થઇ જશ : ચીન

બેઇજિંગ, તા.25: હાલ વિશ્વભરના લોકો કોરોના વેકસીનની રાહ જોઇ રહ્યા છે. ગુરૂવારે એક ચાઇનીઝ કંપનીએ આગામી વર્ષ સુધીમાં કોરોના વેકસીન તૈયાર થઇ જવાનો દાવો કર્યો હતો. ચાઇનીઝ ફાર્માસ્યુટિકલ કંપનીએ જણાવ્યું હતું કે, જે કોરોના રસી વિકસિત કરવામાં આવી રહી છે તે 2021ની શરૂઆતમાં યુએસ સહિત વિશ્વ વ્યાપી વિતરણ માટે તૈયાર થઇ જશે. આ માહિતી કંપનીના સીઇઓ યીન વેડોંગે આપી છે. તેમણે કહ્યું કે કોરોના રસી હ્યુમન ટ્રાયલના ત્રીજા અને અંતિમ તબક્કા માટે તૈયાર છે. જો  રસી હ્યુમન ટ્રાયલના ત્રીજા અને અંતિમ તબક્કાને પૂર્ણ કરે છે તો તેને અમેરિકામાં વેચવા માટે અમેરિકી સ્વાસ્થ્ય સેવા નિયામક યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આવેદન કરવામાં આવશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer