અમેરિકન સૈન્ય તાઈવાનમાં પાછું આવ્યું તો ચીને યુદ્ધની ધમકી આપી : ગ્લોબલ ટાઈમ્સ

પેઈચિંગ, તા.25: ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી છે કે જો અમેરિકી સેના તાઈવાનમાં પરત આવી તો ચીન યુદ્ધ છેડી દેશે. ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ સિજિને અમેરિકા અને તાઈવાનને ધમકાવતાં કહ્યું કે ચીન અલગાવ રોધી કાયદો એક એવો ટાઈગર છે જેના દાંત પણ છે. અમેરિકી જર્નલમાં અમેરિકી સેનાને તાઈવાન મોકલવાના એક સૂચન પર ગ્લોબલ ટાઈમ્સ ભડકી ઉઠયું છે. તેમણે ટ‰વીટના માધ્યમથી લખ્યું કે હું અમેરિકા અને તાઈવાનમાં આ પ્રકારનો વિચાર રાખનારાઓને ચેતવણી આપુ છું કે જો અમેરિકી સેનાના તાઈવાનમાં પરત ફરવાનો નિર્ણય લેવાશે તો ચીની સેના નિશ્ચિત રૂપે ક્ષેત્રિય અખંડીતતાના રક્ષણ માટે ન્યાયીક યુદ્ધ છેડી દેશે. અમેરિકી સેના તાઈવાનમાં પાછી આવી તો અમેરિકા અને ચીન વચ્ચે થયેલો કરાર તૂટી જશે અને તે તાઈવાનના લોકો માટે યોગ્ય નથી.ચીની આર્મી પૂરી તાકાતથી સૈન્ય કાર્યવાહી કરશે અને તાઈવાનનું એકીકરણ કરશે.  
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer