કરણ જોહરના ધર્મા પ્રોડકશનના બીજા કર્મચારીની પણ પૂછપરછ કરાઈ

મુંબઈ, તા. 25 : બોલીવુડના ડ્રગ કનેકશનની ચાલી રહેલી તપાસ ફિલમમેકર કરણ જોહરને મુશકેલીમાં મુકી શકે છે. શુક્રવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કરણ જોહરના ધર્મા પ્રોડકશનના બીજા ટોચના કર્મચારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એનસીબી કરણ જોહર સુધી પહોંચતા પહેલા એનું ગ્રાઉન્ડ વર્ક ફુલપ્રૂફ કરવા માગતી હોય એવું લાગે છે. 
એનસીબીએ શુક્રવારે ધર્મા પ્રોડકશનના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાદને બોલાવ્યા હતા. તેઓ કરણ જોહરના રાઈટ હેન્ડ હોવાનું કહેવાય છે. 
એનસીબીને તેમના ઘરેથી નશીલા પદાર્થ પણ મળ્યા હતા. તેઓ શુક્રવારે દિલ્હી આવ્યા કે તરત જ તેમને એનસીબી પૂછપરછ માટે લઈ ગઈ હતી. એ ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડકશનના આસિસ્ટન્ટ ડિરકટર અનુભવ વર્માને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer