રાજ્યના કુલ દર્દીનો આંકડો 13 લાખને પાર

મુંબઈમાં 1876 દરદી વધ્યા, 48ના મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 :  મુંબઈમાં આજે કોરોનાના 1876 નવા દર્દી મળ્યા હતા.  2000થી  વધારે કેસ મળવાનો શહેરમાં સિલસીલો આજે તૂટ્યો હતો..આ સાથે કુલ દર્દીનો આંકડો 1,94,177  થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.  આજે 11569 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,56,807 દર્દી સાજા થયા છે. શહેરમાં સક્રિય દર્ધીની સંખ્યા સતત વધતી  જાય છે   આજે સક્રિય દર્દીની સંખ્યા  28,273 થઈ હતી.  આજે મુંબઈમાં 48 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 42 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 30 પુરુષ અને 18 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 32 દર્દી 60 વર્ષની,ઉપરના, 
15 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. એક દર્દી 40 વષર્થી  નાની વયનો  હત.  મરણાંક 8703નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી  ફરી ગંભીર બનતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ 81 ટકા અને ડબાલિંગ રેટ 63 દિવસનો છે. 18 સપ્ટેમ્બરથી  24 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર1.11 ટકાનો છે. શહેરમાં 686 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 10,871  મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. રાજ્યમાં  આજે  19,794નવા કેસ મળ્યા હતા.રાજ્યમાં કોરોનાના 
કુલ  દર્દી 13,00,757 થઈ ગયા છે. 
રાજ્યમાં 2,72,775 સક્રીય દર્દી છે. રાજ્યમાં આજે 416 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.68  ટકાનો છે.  રાજ્યમાં કુલ 34,761 દર્દીના મૃત્યું થયા છે. રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 19,592 દર્દી સાજા થયા  હતા. કુલ 9,92,806 દર્દી સાજા થયા છે.. રાજ્યમાં રીકવરી રેટ 76.33 ટકા છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer