પૃથ્વી-2 ના પરીક્ષણથી ભારતનો ચીનને આકરો સંદેશ

નવી દિલ્હી, તા.25: ભારતે પરમાણુ ક્ષમતા ધરાવતી પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલનું ફરી એકવાર સફળતા પૂર્વક પરીક્ષણ કરીને દોઢી નજર રાખનાર પાડોશીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ  ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. સંભવત: બની શકે કે ચીન માટે આ સંદેશ છે કે જેણે તાજેતરમાં ડોકલામમાં પરમાણુ બોમ્બર તૈનાત કરી દીધા. ઓડિશાના બાલાસોર કાંઠેથી છોડવામાં આવેલ આ પૃથ્વી-2  મિસાઇલે તમામ લક્ષ્યોને ભેદયા જે પરીક્ષણ માટે પસંદ કરાયા હતા. આ જમીનથી જમીન પર પ્રહાર કરનાર આ મિસાઇલ પરમાણુ શત્રો વહન કરવામાં સક્ષમ છે. લગભગ અડધો ટન વજનવાળા પરમાણું બોમ્બ વહન કરવામાં સક્ષમ મિસાઇલ 150થી 600 કિ.મી. સુધી  પ્રહાર કરી શકે છે. 
ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ સેન્ટરથી અત્યાધુનિક મિસાઇલ પૃથ્વી -2 ને અંધારામાં છોડવામાં આવી. આથી તે 350 કિ.મી. સુધીની રેન્જમાં લક્ષ્યોને બ્લાસ્ટ કરી શકે છે. ખાસ વાત એ છે કે પૃથ્વી શ્રેણીની મિસાઇલોને ભારતીય વાયુ સેના અને નૌસેનામાં સામેલ કરવામાં આવી છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer