`મારુ કુટુંબ, મારી જવાબદારી'' ઝુંબેશ મહારાષ્ટ્રને ફિટ રાખશે : મુખ્ય પ્રધાન

`મારુ કુટુંબ, મારી જવાબદારી'' ઝુંબેશ મહારાષ્ટ્રને ફિટ રાખશે : મુખ્ય પ્રધાન
મુંબઈ, તા. 25 : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે જણાવ્યુ હતું કે, કોવિડ-19 સામેના મારૂં કુટુંબ મારી જવાબદારી અભિયાન રાજ્યના નાગરિકોની ફિટનેસ માટેનો રોડમેપ બની રહેશે. 
તેઓ કોકણ અને પુણે વિસ્તારમાં મહામારીની પરિસ્થિતિની અંગેની સમીક્ષા બેઠક દરમ્યાન અધિકારીઓ સાથે વિડિયો કૉન્ફરન્સિગ દ્વારા વાત કરી રહ્યા હતા. સર્વેનો હેતુ રાજ્યના ઘરેઘરેથી કોવિડ-19ના લક્ષણો ધરાવનાર કે અન્ય બીમારીના દરદીઓની જાણકારી મેળવવાનો છે. 
વોલિન્ટિયર સંક્રમિત લોકોના ડાટા ભેગો કરશે, જેમાં કોરોનામાંથી સાજા થયા હોય અને તેમની કોરોના પછીની પરિસ્થિતિ અંગેની વિગતો મેળવશે એમ ઠાકરેએ જણાવ્યુ હતું. કોકણમાં 10.63 લાખ પરિવારનો સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે પુણેમાં તેમણે 182 ગામો અને 13 મ્યુનિસિપલ કાઉન્સિલમાં સર્વે પૂરો કર્યો છે, એમ મુખ્યપ્રધાને જણાવ્યું. 
પુણેમાં અભિયાનનો વિસ્તાર ફેક્ટરીઝ, હાઉસિંગ સોસાયટીઝ અને પાલિકાના વૉર્ડ સુધી કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવા, અંગેના નિર્ણયો પ્રશાસન લેશે, પરંતુ લોકોને વાઇરસનો ફેલાવો ન થાય એ માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવાની અપીલ કરી હતી. હાલ આપણે બે પ્રકારની વ્યક્તિઓને જોઇએ છીએ. જેમાં કોરોનાને કારણે ભયભીત થયેલો વર્ગ છે તો બીજી બાજુ મહામારી પ્રત્યે સાવ બેદરકાર લોકો છે.
ગણેશોત્સવની જેમ નવરાત્રિ પણ ઝાકઝમાળ વિના ઉજવીએ : ઉદ્ધવ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને લીધે ગણેશોત્સવની જેમ નવરાત્રિ પણ આ વખતે ઝાકઝમાળ વિના અને સાદાઈપૂર્વક ઉજવવામાં આવશે તે અંગેના નિયમો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer