ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રમુખપદે એલ. આદિમૂલમ

ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રમુખપદે એલ. આદિમૂલમ
મુંબઈ, તા. 25 : ભારતમાં અખબારો અને સામાયિકોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા - ઇન્ડિયન ન્યૂસ પેપર સોસાયટીની બેંગલુરુમાં મળેલી 81મી વાર્ષિક સામાન્ય સભામાં વર્ષ 2020-21 માટે પ્રમુખ તરીકે એલ. આદિમૂલમ (હેલ્થ ઍન્ડ એન્ટીસેપ્ટિક) ચૂંટાઈ આવ્યા હતા. તેઓ મિડ-ડેના શૈલેષ ગુપ્તાના અનુગામી બન્યા છે.
વર્ષ 2020-21 માટે ડી. ડી. પુરકાયસ્થ (આનંદ બન્કાર પત્રિકા) નાયબ પ્રમુખ તરીકે, મોહિત જૈન (ઈકોનોમિક ટાઈમ્સ) ઉપપ્રમુખ તરીકે, રાકેશ શર્મા (આજ સમાજ), માનદ્ ખજાનચી તરીકે ચૂંટાઈ આવ્યા છે. સુશ્રી મેરી પોલ સંસ્થાના સેક્રેટરી જનરલ છે.
આઈએનએસની કારોબારીના સભ્યો
સંસ્થાની કારોબારી સમિતિના સભ્યોમાં કુન્દન આર. વ્યાસ (વ્યાપાર), એસ. બાલાસુબ્રમણ્યમ (ડેલી થંથી), ગિરિશ અગ્રવાલ (દૈનિક ભાસ્કર - ભોપાલ), સમહિત બાલ (પ્રગતિવાદી), ગૌરવ ચોપરા (ફ્લ્મી દુનિયા), વિજયકુમાર ચોપરા (પંજાબ કેસરી - જલંધર), કરણ રાજેન્દ્ર દરડા (લોકમત - ઔરંગાબાદ), વિજય જવાહરલાલ દરડા (લોકમત - નાગપુર), જગજિતસિંહ દરડી (ચારહધીકલા દૈનિક), વિવેક ગોએન્કા (ઇન્ડિયન એક્સ્પ્રેસ-મુંબઈ), મહેન્દ્ર મોહન ગુપ્તા (દૈનિક જાગરણ), પ્રદીપ ગુપ્તા (ડાટા કવેસ્ટ), સંજય ગુપ્તા (દૈનિક જાગરણ-વારાણસી), શિવેન્દ્ર ગુપ્તા (બિઝનેસ સ્ટાન્ડર્ડ), સુશ્રી સરવિંદર કૌર (અજિત), એમ. વી. શ્રેયાંસ કુમાર (માતૃભૂમિ આરોગ્ય માસિકા), ડૉ. આર. લક્ષ્મી પથી (દીનામલાર), તન્મય મહેશ્વરી (અમરઉજાલા-દિલ્હી), વિલાસ મરાઠે (દૈનિક હિન્દુસ્તાન - અમરાવતી), હર્ષ મેથ્યુ (વનિયા), દિનેશ મિત્તલ (હિન્દુસ્તાન ટાઈમ્સ - થાણા), નરેશ મોહન (સન્ડે સ્ટેટસમેન), અનંત નાથ (ગૃહશોભિકા - મરાઠી), પ્રતાપ પવાર (સકાળ), રાહુલ રાજખેવા (ધ સેન્ટીનલ), આર.એમ.આર. રમેશ (દિનાકરન), કે. રાજાપ્રસાદ રેડ્ડી (સાક્ષી- વિશાખાપટ્ટનમ), અતિ દેબ સરકાર (ધ ટેલિગ્રાફ), પ્રવીણ સોમેશ્વર (ધ હિન્દુસ્તાન ટાઈમ્સ), કિરણ ડી. ઠાકુર (તરુણ ભારત-બેલગામ), બીજુ વર્ગીસ (મંગલમ સાપ્તાહિક), આઈ. વેન્કટ (અન્નદાતા), વિનય વર્મા (ધ ટ્રીબ્યુન), હોરમસજી એન. કામા (મુંબઈ સમાચાર સાપ્તાહિક), કે. એન. તિલકકુમાર (ડેક્કન હેરલ્ડ અને પ્રજાવાણી), રવિન્દ્રકુમાર (ધ સ્ટેટ્સમેન), કિરણ બી. વડોદરિયા (સમભાવ મેટ્રો), પી. વી. ચંદ્રન (ગ્રેહલક્ષ્મી), સોમેશ શર્મા (રાષ્ટ્રદૂત સાપ્તાહિક), જયંત મામેન મેથ્યુ (મલયાલમ મનોરમા) તેમ જ શૈલેષ ગુપ્તા (મીડ-ડે)નો સમાવેશ થાય છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer