એક મહિના સુધી સંગ્રહ કરી શકાય તેવા ટેટ્રા પૅક દૂધનો વપરાશ વધ્યો

એક મહિના સુધી સંગ્રહ કરી શકાય તેવા ટેટ્રા પૅક દૂધનો વપરાશ વધ્યો
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાના બજારમાંનોંધપાત્ર હાજરી ધરાવતા ગોકુળ દૂધનું લક્ષ્ય 20 ટકા બજાર હિસ્સો મેળવવાનું છે. આ માટે કંપની વિસ્તરણ કરવા ધારે છે.  
કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની બ્રાન્ડ ગોકુળ દૂધએ ખરીદી કર્યા પછી છ મહિના સુધી જળવાઈ રહે તેવા ગોકુળ સિલેક્ટ (અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર ટ્રીટેડ) ટેટ્રા પેક દૂધ લોન્ચ કર્યું છે.અત્યારે આ પ્રોડક્ટ મુંબઈમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં પુણે અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, અન્ય ઈશાન પ્રદેશો, ગોવા અને રાજ્યના અન્ય ભાગોમાં  પહોંચાડાશે.  
કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન રવીંદ્ર આપ્ટેએ કહ્યું કે, મુંબઈ જેવા મોટા શહેરમાં લોકોનું વલણ  ઉચ્ચ શેલ્ફ લાઈફ, વાપરવાનું સરળ અને એક મહિના સુધી સંગ્રહ કરી શકાય તેવું ટેટ્રા પેક દૂધ ખરીદી કરવાનું છે. કોવિડ અને લોકડાઉનના સમયગાળામાં આ પ્રવૃત્તિ વધી છે.  
આપ્ટેએ કહ્યું કે, યુએસએ અને યુરોપિયન દેશો જેવી વિકસિત દુનિયામાં તાજું દૂધનો  ઉપયોગ બહુ ઓછો થાય છે. ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. માર્ચના અંતથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં આ દૂધનો ઉપયોગ ભારતમાં નોંધપાત્ર વધ્યો હતો. આ દૂધ એક વાર ખરીદી કર્યા પછી રૂમના તાપમાનમાં સંગ્રહ કરી શકાય છે અને છ મહિનામાં ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. આમ છતાં તેનો સ્વાદ કે ગુણવત્તા બદલાતાં નથી. 
મુંબઈમાં એકંદર ટેટ્રા પેક દૂધનો બજાર આકાર હાલમાં 5 લાખ લિટર છે. હાલમાં ગોકુળ દિવસના 15 લાખ લિટર દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ડેરી પ્લાન્ટ કોલ્હાપુર જિલ્લામા શિરોલ તાલુકાના ઉદગાવ ખાતે ધરાવે છે અને નવી મુંબઈમાં આધુનિક પાકિંગ યુનિટ સાથે દિવસના 6.5 લાખ લિટરની દૂધ હાથ ધરવાની ક્ષમતા સાથે 4 પોતાના ચાલિંગ સેન્ટરો ધરાવે છે. 

Published on: Fri, 23 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer