રિયલ્ટી સેકટરમાં ખાનગી રોકાણ 56 ટકા ઘટી $ 2.3 અબજ થયું

રિયલ્ટી સેકટરમાં ખાનગી રોકાણ  56 ટકા ઘટી $ 2.3 અબજ થયું
મુંબઈ, તા.22 : કોરોના મહામારીના દોરમાં ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ વર્તમાન વર્ષમાં 56 ટકા ઘટી 2.3 અબજ ડોલરનું થયું છે. 
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટ ર્ઙ્કૈજીત્ર્દૃક્કઠ્ઠજીક્ક ઈન રિયલ એસ્ટેટ- ટ્રેન્ડ્સ ઈન પીઈ ઈન્વેસ્ટમેન્ટમાં જણાવ્યુ છે કે, ભારતીય રિયલ એસ્ટેટમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. 2.308 અબજ ડોલરના પીઈ રોકાણ નોંધાયા છે. ગતવર્ષે સમાનગાળામાં સેક્ટરમાં 5.3 અબજ ડોલરના પીઈ રોકાણ નોંધાયા હતા. 
રિયલ એસ્ટેટમાં કુલ પીઈ રોકાણમાં ઓફિસ સેગમેન્ટનું 1.87 અબજ ડોલર સાથે 81 ટકા રોકાણ, વેરહાઉસિંગમાં 10 ટકા, અને રેસિડેન્શિયલમાં 9 ટકા હિસ્સો રહ્યો છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર શિશીર બૈજલે જણાવ્યુ હતુ કે, પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સે ઈકોનોમિક સ્લોડાઉન દરમિયાન લાભ લઈ એ ગ્રેડની મિલકતોમાં રોકાણો વધાર્યા છે. 
કેન્દ્ર સરકારની માલિકીની પીએસયુની માલિકીની સંપત્તિનુ રિપોર્ટમાં મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. જેમાં ટોચની 45 કંપનીઓ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઇઆઇટી) માટે કોમર્શિયલ પ્રોપર્ટીમાં 1.2 લાખ કરોડનુ રોકાણ ધરાવે છે. પીએસયુ દ્વારા અનલિસ્ટેડ ઓફિસ સંપત્તિ સાથે અન્ય લિસ્ટેડ પીએસયુની ઓફિસ સંપત્તિની ગણત્તરી કરીએ તો 45 પીએસયુની આરઇઆઇટી સંપત્તિમાં રોકાણ 1.2 લાખ કરોડ કરતાં વધુ થશે. ભારતના પ્રથમ બે આરઇઆઇટી રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer