બજાજ અૉટોનો ચોખ્ખો નફો બાવીસ ટકા ઘટી રૂા. 1194 કરોડ થયો

બજાજ અૉટોનો ચોખ્ખો નફો  બાવીસ ટકા ઘટી રૂા. 1194 કરોડ થયો
કંપનીની આવક 7.15 ટકા ઘટી

મુંબઈ, તા. 22 : ટુ વ્હિલર ઉત્પાદક અગ્રણી કંપની બજાજ અૉટોએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે રૂા.1194 કરોડનો ચોખ્ખો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાનગાળાથી 21.6 ટકા ઓછો છે.ગયા વર્ષે કંપનીએ સમાન ગાળામાં રૂા.1523.7 કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો. જોકે, કંપનીએ જૂન ત્રિમાસિક કરતાં નફામાં 202 ટકાનો વધારો નોંધાવ્યો છે.જૂન ત્રિમાસિકમાં કંપનીને રૂા.396 કરોડનો નફો થયો હતો.  

કંપનીની આવક વાર્ષિક ધોરણે 7.15 ટકા ઘટી રૂા.7,156 કરોડ થઇ હતી જે નાણાં વર્ષ 20 - 21ના પહેલા ગાળામાં રૂા.7,707 કરોડ થઇ હતી.  વિભાગીય ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 18.8 ટકા ઘટી રૂા.1138.2 કરોડ થયો હતો. કંપનીનો વ્યાજ, વેરા અને ઘસારા પહેલાનો નફો રૂા.1,266.20 કરોડ થયો હતો. 

કંપનીની રોકડ પુરાંત જૂન ત્રિમાસિકમાં રૂા. 14,232 કરોડ હતી. તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધીને 16,240 કરોડ થઇ હતી. સમીક્ષા હેઠળના ગાળામાં કંપનીએ 10.53 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેમાં 5.73 લાખ યુનિટ્સ સ્થાનિક બજારમાં અને 4.79 લાખ યુનિટ્સનું વેચાણ વિદેશમાં થયું હતું. 

બીજા ત્રિમાસિક ગાળાના પૂર્વાધમાં સ્થાનિક બજારમાં ટુ વ્હિલર્સનું વેચાણ વધેલી માગના પગલે ઊછળ્યું હતું. રિકવરીના આ સંકેત હોવાનું કંપની સૂત્રોએ જણાવ્યું હતું.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer