કોહલી 500 ચોગ્ગા ફટકારનારો આઈપીએલનો બીજો બૅટ્સમૅન

કોહલી 500 ચોગ્ગા ફટકારનારો આઈપીએલનો બીજો બૅટ્સમૅન
અબુધાબી, તા. 22 : વિરાટ કોહલીએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. કોહલી આઇપીએલમાં 500 ચોક્કા ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ શિખર ધવન મેળવી ચૂક્યો છે. ધવનનાં નામે આઇપીએલમાં કુલ 575 ચોક્કા છે. તેના પછીના ક્રમે હવે વિરાટ (500) છે. ધવને 169 મેચમાં અને કોહલીએ 187 મેચ રમ્યા છે. ત્રીજા ક્રમે સુરેશ રૈના છે. તેણે 193 મેચમાં 493 ચોક્કા માર્યા છે. ગૌતમ ગંભીરે 154 મેચમાં 491 અને ડેવિડ વોર્નરે 135 મેચમાં 485 ચોક્કા લગાવ્યા છે. ખાસ વાત એ છે કે ઉપરોક્ત પાંચેય ખેલાડીમાં વિરાટ કોહલી જ એકમાત્ર જમણોરી બેટધર છે. બાકીના ચારેય ડાબોડી બેટધર છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer