અંજલિ દમણિયાએ ખડસેને ખખડાવ્યા `મારું નામ લીધું છે તો યાદ રાખજો...''

મુંબઈ, તા. 22 : કોઈ પણ પત્રકાર પરિષદમાં મારું નામ લીધું છે તો યાદ રાખો હું તમને છોડીશ નહીં એવી ચેતવણી સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ ઉચ્ચારી છે. અંજલિ દમણિયાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ખડસે વિરુદ્ધનો વિનયભંગનો કેસ હજી પૂરો થયો નથી. આ પ્રકરણમાં હજી આરોપનામું દાખલ થયું નથી. તો પછી ખટલો પૂરો કેવી રીતે થયો? ખડસે ખોટું બોલે છે મેં ભાજપના નેતા નિતીન ગડકરી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના છગન ભુજબળ વિરદ્ધ પણ લડત ચલાવી હતી. આમ છતાં ખડસે જેટલી મારી સતામણી કોઈએ કરી નથી. તેમણે પોતાના જન્મદિને મારા અંગે અશ્લીલ વક્તવ્યો કર્યા હતા. તેથી વાકોલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. તે અંગે આગળ કશું થયું નહીં તે માટે તત્કાલીન મુખ્ય પ્રધાન ફડણવીસ જવાબદાર છે. ાઁખડસે જે મારા વિશે બોલ્યા તે જો અમૃતા ફડણવીસ વિશે બોલ્યા હોત તો ફડણવીસ શાંત બેસ્યા હોત? તે સમયે ફડણવીસ મુખ્ય પ્રધાન હતા. ફડણવીસને આ પક્ષપાત શોભે છે? એમ અંજલિ દમણિયાએ ઉમેર્યું હતું.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer