તાઇવાન સાથે વેપાર સમજૂતિથી ભડક્યું ચીન

ગ્લોબલ ટાઇમ્સમાં ભારતીય નેતાઓને અપાઈ ધમકી
નવી દિલ્હી, તા. 22 : ભારત અને તાઇવાન વચ્ચે વેપાર સમજૂતીને લઈને વાતચીતની અટકળો વચ્ચે ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ ભડકી ઉઠયું છે. ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી છે કે ભારતના રાજનેતા તાઇવાન કાર્ડ રમતા પહેલા ધ્યાન રાખે બાકી ભારતને ગંભીર આર્થિક નુકસાન વેઠવું પડશે. આટલું જ નહીં ગ્લોબલ ટાઇમ્સને લદ્દાખમાં એલએસી ઉપર ભારતના પલટવાર અને ચીની એપને બંધ કરવાના નિર્ણયથી પણ માઠું લાગ્યું છે. 
ગ્લોબલ ટાઇમ્સે પોતાના સંપાદકીયમાં લખ્યું હતું કે, સીમા, આર્થિક અને વ્યાપારિક મોરચે ઘણા મહિનાથી ઉશ્કેરણીની કાર્યવાહી બાદ ભારતે સંકેત આપ્યો છે કે તે તાઇવાન કાર્ડ ઉપર વધુ જોખમ ઉઠાવવા જઈ રહ્યું છે. ભારત તાઇવાન સાથે વ્યાપારિક વાર્તા કરવા જઈ રહ્યું છે. ચીની વિશેષજ્ઞોના માનવા પ્રમાણે તાઇવાન કાર્ડથી ચીની લક્ષ્મણ રેખાને પડકાર મળશે અને ભારતને જ્ઞાન હોવું જોઈએ કે તેની ગભીર પરિણામ આવી શકે છે.
ડબલ્યુટીઓના ચીની વિશેષજ્ઞ હુઓ ઝિયાંગઉઓના કહેવા પ્રમાણે ભારત તાઇવાન સાથે અલગ કોઈ સમજૂતી કરી શકે નહીં પરંતુ ભારતના નેતાઓ દ્વેષ પૂર્ણ ઈરાદાથી ચીનથી વધારે દુશ્મની રાખવા માગે છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer