પાલઘર મોબલિન્ચિંગ : સીઆઈડીએ વધુ આઠની ધરપકડ કરી

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર પોલીસના સીઆઈડીએ ગુરવારે ગયા વર્ષે એપ્રિલમાં બે સાધુ સહિત ત્રણ જણની ટોળા દ્વારા થયેલી હત્યા કેસના સંબંધમાં વધુ આઠ જણની ધરપકડ કરી છે. આ સાથે કુલ 186 જણની ધરપકડ કરાઈ છે. સગીર વયના 11 જણની પણ આમાં ધરપકડ કરાઈ છે. પોલીસે કહ્યું હતું કે આ આરોપીઓ બનાવ વખતે હાજર હતા અને તેમને ટોળાને હુમલો કરતાં રોકવા માટે કશું કર્યું નહોતું.  
આમાંના થોડા આરોપી બનાવનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. આરોપીના હાથમાં લાકડી હતી. 16 એપ્રિલે બે સાધુઓ અને તેના ડ્રાઇવરને ટોળાએ રહેંસીને મારી નાખ્યા હતા. 
જામીન અરજી પર ત્રીજીએ સુનાવણી મહારાષ્ટ્રની ખાસ અદાલત ગુરવારે આ કેસના 101 આરોપીની જામીન અરજી ત્રીજી નવેમ્બરે સાંભળશે. જજ પી. પી. જાધવે સુનાવણી તપાસ અધિકારી ગેરહાજર હવાથી મોકૂફ રાખી હતી.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer