પ્રત્યેક નાગરિકને કોરોનાની રસી માટે રૂા. 50 હજાર કરોડ અલગ રખાયા

ડૉઝ દીઠ રૂપિયા 500ના ખર્ચનો અંદાજ
નવી દિલ્હી, તા. 22 : વર્તમાન સમયમાં દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. તેવામાં સૌથી મોટો સવાલ એ છે કે વેક્સિન ઉપર અંતે કેટલો ખર્ચ આવશે અને સરકારે રસીકરણને લઈને કેવી તૈયારી કરી છે. પૂરા મામલાથી વાકેફ સૂત્રના કહેવા પ્રમાણે ભારત સરકારે ચીન બાદ સૌથી વધારે આબાદીને કોરોનાની રસી આપવા માટે 50,000 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે. 
નામ જાહેર ન કરવાની શરતે કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રશાસનનું અનુમાન છે કે રાષ્ટ્રની 130 કરોડની આબાદી ઉપર પ્રતિ વ્યક્તિ 6-7 ડોલર એટલે કે 420 રૂપિયાથી લઈને 490 રૂપિયા સુધીનો ખર્ચ આવશે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, 31 માર્ચના રોજ પૂરા થઈ રહેલા નાણાકીય વર્ષ માટે આ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેના ઉદ્દેશ્ય માટે ભંડોળમાં કોઈ કમી થવા દેવાશે નહીં. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer