દેશમાં કોરોનાના 90 ટકા જેટલા દર્દી સાજા થયા

દેશમાં કોરોનાના 90 ટકા જેટલા દર્દી સાજા થયા
કુલ સક્રિય કેસ 9.29 ટકા; દર્દીઓનો આંક 77 લાખને પાર, મરણાંક 1,16,616
નવી દિલ્હી, તા. 22 : કોરોના સંકટ  વચ્ચે અનલોક-5 હેઠળ ભારતીય જનજીવન પુન: પાટે ચડી રહ્યું છે, છતાંય ઘાતક વાયરસના સંક્રમણના જારી દોર  વચ્ચે સ્થિતિમાં સુધારાના સંકેતરૂપે સાજા થતા દર્દીઓનો દર 90 ટકા નજીક પહોંચી ગયો છે. દેશમાં 69 લાખ લોકો સાજા થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નવા 55838 કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 77 લાખને પાર કરી, 77,06,946 પર પહોંચી ગઇ છે.
વિતેલા 24 કલાકમાં 702 દર્દી ઘાતક વાયરસ સામેની લડતમાં હારી જતાં કુલ્લ મરણાંક 1,16,616 પર પહોંચ્યો છે. કાળમુખાથી થતા મૃત્યુનો દર 1.51 ટકા છે.
બીજી તરફ ગુરુવારે વધુ 79,415 દર્દી કોરોના સામે જંગ જીતી જતાં કુલ્લ 68,74,518 દર્દી સાજા થઇ ચૂક્યા છે.
આમ, દેશમાં સાજા થયેલા દર્દીઓનો દર 89.20 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 24,278 સક્રિય કેસ ઘટયા છે.
ભારતમાં આજની તારીખે 7,15,812 સક્રિય કેસ છે. આમ, સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યા કુલ્લ સંક્રમિતોની સંખ્યાના માત્ર 9.29 ટકા રહી ગઇ છે.Published on: Fri, 23 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer