મુંબઈમાં કોરોનાના 1463 કેસ વધ્યા; 1289 સાજા થયા

મુંબઈમાં કોરોનાના 1463 કેસ વધ્યા; 1289 સાજા થયા
મુંબઈ, તા. 22 : મુંબઈમાં નવા પેશન્ટની સંખ્યા આજે 1400થી વધારે રહી હતી. સોમવારે 1234 અને મંગળવારે  1090 નવા કેસ મળ્યા હતા.બુધવારે 1609 અને ગુરવારે 1463 નવા દર્દી મળ્યા હતા.   વૃદ્ધિદર ઘટીને એકથી નીચે જતો  રહ્યો છે અને ડબાલિંગ રેટ 108 દિવસનો છે.    કુલ દર્દીનો આંકડો 2,47,334 થયો છે. આજે 1289 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 2,16558 દર્દી સાજા થયા છે.   આજે એક્ટિવ પેશન્ટ 19491 હતા.  આજે મુંબઈમાં 49 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 35 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 35 પુરુષ અને 14 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 35 દર્દી 60 વર્ષની,ઉપરના, 10 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. 4 મૃતક દર્દી 40 વર્ષથી  નાની વયના  હતા.  મરણાંક 9918નો થયો છે. 
મુંબઈમાં રીકવરી રેટ 88.10 ટકા અને ડબાલિંગ રેટ 108 દિવસનો છે. 14 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.69 ટકાનો છે. શહેરમાં 613 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 9405 મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની સ્થિતી  સુધરતી જાય છે. આજે રાજ્યમાં 7539 નવા દર્દી મળ્યા હતા. . સક્રીય દર્દીની સંખ્યા પણ ઘટી રહી છે. 16177 દર્દી સાજા થયા હતા.  કુલ 14,31856 દર્દી સાજા થયા છે.  રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 16,25,197 થઈ ગયા છે. રાજ્યમાં 1,50,011 સક્રિય દર્દી છે. 
રાજ્યમાં આજે 198  દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.64  ટકાનો છે.  રાજ્યમાં   42,831 દર્દીના  કુલ મૃત્યું થયા છે.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer