ભૂસ્તરીય અભ્યાસમાં ચેતવણી હિમાલયમાં મોટો ભૂકંપ તોળાય રહ્યો છે

ભૂસ્તરીય અભ્યાસમાં ચેતવણી હિમાલયમાં મોટો ભૂકંપ તોળાય રહ્યો છે
નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : સમગ્ર હિમાલયન પર્વતમાળામાં 8થી વધુની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપોનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ધરતીકંપો આપણા જીવનકાળ દરમ્યાન ઉદ્ભવી શકે છે અને પર્વતમાળા ફરતે આવેલા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં મૃત્યુઆંક કલ્પનાતીત હોઈ શકે છે એવી ચેતવણી તાજેતરના એક ભૈગોલિક, ઐતિહાસિક અને ભૂસ્તરીય અભ્યાસમાં આપવામાં આવી છે. 
અભ્યાસમાં જણાવાયું છે કે, બારમી સદીમાં અલાસ્કાના અખાતથી છેક દૂરના પૂર્વ વિસ્તારમાં રશિયાના કામશેત્કા સુધી વિસ્તરેલા અલેઉટિયન સબડક્શન ઝોનના મહાભૂંકપ જેવા ધરતીકંપો હિમાલયન પર્વતમાળામાં સર્જાઈ શકે છે. 
ઓગષ્ટમાં જર્નલ સિસ્મોલોજિક રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત સમીક્ષામાં મૂળભૂત ભૈગોલિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઐતિહાસિક ભૂકંપોની તીવ્રતા અને સમયનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યનાં જોખમોનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. 
ભૂકંપવિજ્ઞાની અને નેવાદા યુનિવર્સિટીના સેન્ટર ફોર નિયોટેક્ટોનિક સ્ટડીઝના નિયામક વેસ્નૈસ્કીના જણાવ્યા અનુસાર આપણા જીવનકાળમાં જ મોટા ભૂકંપો સર્જાય તો નવાઈ નહીં.Published on: Fri, 23 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer