સાકીનાકાના ગોડાઉનમાં આગ : કોઈ જાનહાનિ નહીં

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : સાકીનાકાના એક ગોડાઉનમાં આજે સવારે 8.45 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ આસપાસના કેટલાક ઝૂંપડામાં ફેલાઈ હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. આ ગોડાઉનમાં ગૂણપાટની થેલીઓ રાખવામાં આવી હતી. 
નવા ફાયર એન્જિન, છ જેટિ અને પાણીના બે ટેન્કરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.
Published on: Wed, 18 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer