જીપીએસસી, જીટીયુ અને પીએચડીની પ્રવેશ પરીક્ષા મોકુફ

અમદાવાદ, તા.20 : ગુજરાતમાં કોરોનાને કારણે એક બાદ એક સરકારની નોકરીઓ માટેની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ છે. અગાઉ જીપીએસસીની માર્ચ, એપ્રિલ, અને મેમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે જીપીએસસી દ્વારા 31 મે સુધીમાં તમામ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને 30 જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ 22, 24, 26, 28, 29 નવેમ્બરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
અગાઉ લોકડાઉન અને કોરોનાની મહામારીને કારણે જીપીએસસી આયોગ દ્વારા 31 મે સુધીમાં તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પણ હજુ પણ કોરોના મહામારીના અસમંજસને કારણે વધુ એક વખત જીપીએસસી દ્વારા સરકારી નોકરી માટેની પરીક્ષા માકૂફ રાખવામાં આવી છે. હવે 22, 24, 26, 28, 29 નવેમ્બરની જીપીએસસીની એકપણ પરીક્ષા યોજવામાં નહીં આવે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
જીપીએસસી દ્વારા અગાઉ માર્ચ, એપ્રિલ અને મે મહિનાની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. હવે આગામી સમયમાં જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે હવે જીપીએસસીની આગામી માહિતી માટે આયોગ દ્વારા વેબસાઈટ જોતાં રહેવા માટે પણ અપિલ કરવામાં આવી છે.
જીટીયુ પીએચડીની એન્ટ્રસ ટેસ્ટ મોકુફ: વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરમાં તા. 20-11-2020 રાત્રીના 9.00 કલાકેથી તા. 23-11-2020 સવારના 6.00 કલાક સુધી સંપૂર્ણ કર્ફયૂ જાહેર કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇ તથા સરકારના આદેશાનુસાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના તમામ વિભાગો અને સેન્ટરર્સ બંધ રાખવામાં આવેલ છે. આ અનુસંધાને તા. 22-11-2020 રવિવારના રોજ જીટીયુ પી.એચડીની યોજાનારી એન્ટ્રસ પરીક્ષા કર્ફયૂના કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer