રાજકીય વિશ્લેષક વેરલીનો ચોંકાવનાર દાવો
મોસ્કો, તા. 22 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક બંધારણીય સુધારા દ્વારા 2036 સુધી પદ પર રહેવા માટે યોગ્ય બની ગયા હતા, પરંતુ વિવિધ બીમારીઓના કારણે 2021ની શરૂઆતમાં જ રાજીનામું આપી દેશે. રાજકીય વિશ્લેષક વેરલી સોલોવીએ આ દાવો કરતાં કહ્યું હતું કે, પુતિન કેન્સરથી પીડાઈ રહ્યા છે. વેરલી અગાઉ પણ રાષ્ટ્રપતિને પાર્કિન્સનની બીમારી હોવાનું કહી ચૂકયા છે.
વ્લાદિમીર પુતિન અલગ અલગ બીમારીઓ સામે લડી રહ્યા છે. તેમને સાઈકો ન્યૂરોલોજિકલ તકલીફની સાથે કર્કરોગ પણ છે.
પુતિનના રાષ્ટ્રપતિપદેથી હટ્યા પછી રશિયાનું સુકાન સંભાળવાના દાવેદારોમાં પુતિનના પુત્રી કૈટરિનાનું નામ પણ સામેલ છે. વેરલી પુતિનના ટીકાકાર પણ છે.Published on: Mon, 23 Nov 2020
કૅન્સર પીડિત પુતિન જાન્યુઆરીમાં રશિયાનું પ્રમુખપદ છોડશે
