''પ્રેમબંધન''ની જાનકીનું પાત્ર રામાયણની સીતા જેવું

''પ્રેમબંધન''ની જાનકીનું પાત્ર રામાયણની સીતા જેવું
દંગલ ટીવી પરથી નવી શરૂ થયેલી સિરિયલ પ્રેમબંધનમાં મનિત જોરા અને છવિ પાંડે મુખ્ય પાત્રમાં છે. સિરિયલની કથા અટપટી હોવાથી ચર્ચાસ્પદ બની છે. આમાં જાનકી શ્રીવાસ્તવ નામની યુવતીની કથા છે. આ પાત્ર છવિ ભજવે છે.  
છવિએ જણાવ્યું હતું કે, જાનકી પર સંપૂર્ણ કુટુંબની જવાબદારી હોય છે અને તે કારણે તેણે મનિત સાથે લગ્ન કરવા પડે છે. આ એકદમ અસામાન્ય છે. વળી જાનકી સીતામાતાનું નામ છે. તેના જીવનમાં પણ સીતાના જીવનની જેમ વિવિધ પડકારો આવે છે. પરંતુ તે તેમનો સામનો કઇ રીતે કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે.  
બાલાજી ટેલિફિલ્મ્સ નિર્મિત પ્રેમબંધન સિરિયલ સોમથી શનિ સાંજના 7.30 વાગ્યે પ્રસારિત થાય છે.  

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer