ઉત્તર પ્રદેશના બરેલીનો વીસ વર્ષીય વિદ્યાર્થી તેજ બહાદુર સિંહ `કૌન બનેગા કરોડપતિ-12' (કેબીસી)માં હોટસીટ પર બેસીને રૂપિયા એક કરોડના સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરશે. સિવિલ એન્જિનિયરિંગના ડિપ્સોમા કોર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો તેજનો પરિવર અત્યંત ગરીબ છે. આમ છતાં તેની માતા રાજકુમારીએ તેજ અને તેના નાનાભાઈને પોતાની પસંદ અનુસાર શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ વીજળીના પુરવઠા વગરના કાચા મકાનમાં રહે છે. તેમની માસિક આવક મૂળભૂત જરૂરિયાતોના ખર્ચમાં જ પૂરી થઈ જાય છે. રોજ 35 કિલોમીટર સાઈકલ ચલાવીને કૉલેજ ન જવું પડે તે માટે તેને કૉલેજ નજીક એક રૂમ ભાડે અપાવ્યો છે.
તેજ કેબીસીમાં વિજેતા બનીને માત્ર પરિવારની જ નહીં પરંતુ ગામની સ્થિતિને પણ સુધારવા માગે છે. જોકે, તે એક કરોડ રૂપિયાના સવાલનો જવાબ આપી શકે છે કે કેમ તે ત્રીજી ડિસેમ્બરના ઍપિસોડમાં જોવા મળશે.
Published on: Thu, 03 Dec 2020
યુપીનો વિદ્યાર્થી તેજ બહાદુર `કેબીસી''માં એક કરોડના સવાલનો જવાબ આપી શકશે?
