ઇન્ટરનેશનલ ડે અૉફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ નિમિત્તે ફિલ્મ ડિવિઝનની યુટયુબ ચેનલ અને વેબસાઇટ પર ચાર ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવશે. આ ચાર ફિલ્મના પેકેજમાં દિલેર-અરુણિમા સિંહા (પાંચ મિનિટ), ઈનર વૉઇસ (પાંચ મિનિટ), હૉપ ઇન ધ ડાર્કનેસ (42 મિનિટ) અને વિંગ્સ અૉફ ડિઝાયર (59 મિનિટ)નો સમાવેશ થાય છે.
દિલેર - અરુણિમા સિંહામાં પગ કપાયા બાદ પણ હિંમત હાર્યા વગર એવરેસ્ટ તથા અન્ય પર્વતોના આરોહણમાં વિશ્વવિક્રમ રચ્યો તેની કથા છે. ઈનર વૉઇસ મલયાલમ ભાષાની શોર્ટ ફિલ્મ છે, જેમાં કેરળના જાણીતા પાર્શ્વ અને શાત્રીય ગાયિકા વૈકુમ વિજયાલક્ષ્મીના જીવન પર છે. હૉપ ઇન ડાર્કનેસમાં પ્રજ્ઞાચક્ષુ સાઇકલસવારોએ નેત્રહીનો સંબંધિત જાગૃતિ લાવવા માટે દિલ્હીથી મુંબઈ સુધીની કરેલી સાઇકલયાત્રા છે. જયારે વિંગ્સ અૉફ ડિઝાયરમાં શાલીની સરસ્વતીની કથા છે જે ઇન્ફેકશનને લીધે પગ ગુમાવ્યા બાદ દોડવીર બની અને બ્લેડ રનર તરીકે જાણીતી બની છે. આ ચારે ફિલ્મોમાં અક્ષમોએ તમામ શારીરિક મર્યાદાઓને પાર કરીને કઇ રીતે સફળતા હાંસલ કરી તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે.
Published on: Thu, 03 Dec 2020
ઇન્ટરનેશનલ ડે અૉફ પર્સન્સ વિથ ડિસેબિલિટિઝ નિમિત્તે ફિલ્મ ડિવિઝન દર્શાવશે ચાર ડોક્યુમેન્ટરી
