કેપટાઉન, તા.2: દ. આફ્રિકાનો સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડા ઇજાને લીધે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન ડે સિરીઝની બહાર થઇ ગયો છે. રબાડાના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા છે. આથી તે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના ત્રીજા ટી-20 મેચમાં પણ રમી શકયો ન હતો. રબાડાને ત્રણ સપ્તાહના વિશ્રામની તબીબી સલાહ મળી છે. દ. આફ્રિકાના ક્રિકેટ બોર્ડે કહ્યં છે કે તા. 26 ડિસેમ્બરથી શ્રીલંકા વિરૂધ્ધ શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા રબાડા ઠીક થઇ જાય એ માટે તેને ટીમ અને બાયો બબલમાંથી હાલ રીલિઝ કરી દેવામાં આવ્યો છે. રબાડાએ આઇપીએલમાં દિલ્હી તરફથી રમીને 17 મેચમાં 30 વિકેટ લીધી હતી અને પર્પલ કેપનો હકદાર બન્યો હતો. આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે શ્રેણી શુક્રવારથી શરૂ થઇ રહી છે.
Published on: Thu, 03 Dec 2020
દ. આફ્રિકાને ફટકો: ઇંગ્લૅન્ડ સામેની વન ડે શ્રેણીમાંથી રબાડા આઉટ
