હાર્દિક અને રવીન્દ્ર વચ્ચે છઠ્ઠી વિકેટની ભાગીદારીનો વિક્રમ

હાર્દિક અને રવીન્દ્ર વચ્ચે છઠ્ઠી વિકેટની ભાગીદારીનો વિક્રમ
કેનબેરા, તા.2: બે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજા વચ્ચેની છઠ્ઠી વિકેટની 150 રનની અતૂટ ભાગીદારીથી ભારતે આજે ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન ડે મેચમાં પ વિકેટે 302 રનનો મજબૂત સ્કોર કરીને 13 રને જીત હાંસલ કરી હતી. હાર્દિકે અણનમ 92 અને રવીન્દ્રે અણનમ 66 રન કર્યાં હતા. બન્ને વચ્ચેની 150 રનની ભાગીદારી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ છઠ્ઠી વિકેટમાં શ્રેષ્ઠ છે. ઓવરઓલ છઠ્ઠી વિકેટમાં ભારતની આ ત્રીજી શ્રેષ્ઠ ભાગીદાર બની છે. આ પહેલા 201પમાં અંબાતિ રાયડૂ અને સ્ટૂઅર્ટ બિન્નીએ ઝિમ્બાબ્વે વિરૂધ્ધ છઠ્ઠી વિકેટમાં 160 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. જ્યારે એમએસ ધોની અને યુવરાજસિંઘની જુગલ જોડીએ ઝિમ્બાબ્વે સામે જ 200પમાં 158 રન જોડયા હતા. આજના મેચમાં હાર્દિક પંડયાએ 76 દડામાં 7 ચોકકા અને 1 છકકાથી અણનમ 92 અને રવીન્દ્ર જાડેજાએ 50 દડામાં પ ચોકકા અને 3 છકકાની મદદથી અણનમ 66 રનની ઇનિંગ રમી હતી. જાડેજાએ તેની 13મી અર્ધસદી ફટકારી હતી.

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer