ઉત્તર પ્રદેશે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે : યોગી

ઉત્તર પ્રદેશે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે : યોગી
રાજ્યના પ્રથમ રૂ. 200 કરોડના લખનઊ મ્યુનિસિપલ બૉન્ડનું બીએસઈ પર લિસ્ટિંગ  
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : બીએસઈ બોન્ડના મંચનો ઉપયોગ કરીને પ્રાઇવેટ પ્લેસમેન્ટ પર મ્યુનિસિપલ બોન્ડ્સ થકી 200 કરોડ એકત્ર કરનાર લખનઊ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ્સનું આજે શૅરબજાર પર લિસ્ટિંગ થયું હતું. તેને 21 બિડ્સ પ્રાપ્ત થઈ હતી અને 4.5 ગણો સબક્રાઇબ થયો હતો. કોર્પોરેશનને ઇશ્યૂ ખૂલવાના 60 સેકન્ડમાં રૂા. 200 કરોડના ઇશ્યુ આકાર માટે બિડ્સ પ્રાપ્ત થયા હતા, જે સબક્રિપ્શન માટે 13મી નવેમ્બર, 2020ના રોજ ખૂલ્યો છે. ભારતમાં સરકારે જારી કરેલી આંકડાવારી અનુસાર એકત્રિત 3690 કરોડ એકત્ર કરવાના અમૃત અને સ્માર્ટ સિટીઝ મિશનને ભંડોળ પૂરું પાડવા માટે નવી માર્ગદર્શિકાઓનો લાભ લેનાર ભારતનાં આઠ શહેરોમાંથી તે એક બન્યું છે.  
આ અવસર પર બોલતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આજે બીએસઈ પર લિસ્ટેડ થયેલા તેના બોન્ડ ઇશ્યૂ થકી લખનઊ મ્યુનિસિપલ કોર્પોરેશને  રૂા. 200 કરોડ એકત્ર કર્યા તે યુપી માટે ગૌરવની વાત છે. છેલ્લાં સાડાત્રણ વર્ષના શાસન દરમિયાન યુપીએ મેળવેલો આ રોકાણકારોનો વિશ્વાસ છે. તેના શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના અમારા પ્રયાસ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં ઔદ્યોગિક વાતાવરણમાં અને રોકાણકારોએ રાજ્યની યંત્રણામાં ભરોસો મૂક્યો છે તેમાં તે સુધારણા દર્શાવે છે. યોગીએ બેલ વગાડી બોન્ડનું લિસ્ટિંગ કર્યું હતું.  
બોન્ડ્સના લિસ્ટિંગના અવસરે બોમ્બે સ્ટોકના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે બીએસઈ બોન્ડ મંચ પર મ્યુનિસિપલ બોન્ડ જારી કરીને  રૂા. 200 કરોડ સફળતાથી એકત્ર કરવા માટે હું લખનઊ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન આપવા માગું છું. જૂજ મિનિટોમાં ઓર્ડર બુક બેગણાથી વધુ ભરાઈ ગઈ હતી, જે સાબિત કરે છે કે ભારતીય બોન્ડ બજારમાં લખનઊ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશ્વસનીય ઓળખ ધરાવે છે. બીએસઈ દૃઢતાથી માને છે કે ભારતીય બોન્ડ બજાર પૂરતી વૃદ્ધિ માટે સંભાવના ધરાવે છે. બીએસઈ બોન્ડ મંચે ડેબ્ટ સિક્યુરિટીઝના પ્રાઇવેટ પ્લેસમેન્ટ માટે પ્રાઇસ ડિસ્કવરીમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા  લાવવામાં મદદ કરી છે અને મંચ આસાનીથી સબક્રાઇબ કરવામાં મદદરૂપ થાય છે.
આ થકી ઊભી કરવામાં આવનારી મૂડી અમૃત પ્રોજેક્ટ્સ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આંશિક ભંડોળ પૂરું પાડવાનું પ્રસ્તાવિત છે, જે માટે રૂા. 3109.5 મિલિયનની આવશ્યકતા નિર્ધારિત છે. ભારત અને બ્રિકવર્ક રાટિંગ્સ દ્વારા અઅ સ્ટેબલ અને અઅ(ઈઊ) સ્ટેબલ રેટેડ બોન્ડ્સની મુદત 10 વર્ષની છે અને મૂળ રકમ ચોથા અને 10માં વર્ષથી સાત હપ્તામાં ચૂકવવામાં આવશે એવી નોંધ કરાઈ છે. કરપાત્ર બોન્ડનો કુપન દર વાર્ષિક 8.5 ટકા નક્કી કરાયો છે. ઋણનો વાસ્તવિક ખર્ચ મ્યુનિસિપલ બોન્ડ્સ ઊભા કરવા માટે ભારત સરકાર પાસેથી  રૂા. 26 કરોડના ઇન્સેન્ટિવને ધ્યાનમાં લીધા પછી આશરે 7.25 ટકા રહેશે.  
મ્યુનિસિપલ બોન્ડ્સની વૈશ્વિક બજાર અને ભારતમાં તેની તક પર બોલતાં એ કે કેપિટલના એમડી અને સીઈઓ એ કે મિત્તલે જણાવ્યું હતું કે ઐતિહાસિક નીચા દરે રૂા. 200 કરોડ એકત્ર કરવા માટે લખનઊ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન. વોલ્યુમની દૃષ્ટિએ મ્યુનિસિપલ બોન્ડ્સ અવકાશમાં એ કે કેપિટલ અગ્રણી મર્ચન્ટ બેન્કર છે તે કહેવામાં મને ગૌરવની લાગણી થાય છે. લખનઊ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ્સને મજબૂત માળખાબદ્ધ ચુકવણી યંત્રણાનો ટેકો છે, જેને લઈ રોકાણકારો માટે આકર્ષક વળતર સાથે સંરક્ષિત રોકાણ બનાવે છે. ભારતીય મ્યુનિસિપલ બોન્ડ બજાર યુપી મ્યુનિસિપલ બોન્ડ બજારની તુલનામાં અત્યંત આરંભિક તબક્કે છે, પરંતુ શહેરીકરણની ઝડપી ગતિને જોતાં દેશમાં શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને આકાર આપવામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બોન્ડ ઇસ્યૂની મર્ચન્ટ બેન્કરો એ કે કેપિટલ સર્વિસીસ લિ. અને એચડીએફસી બૅન્ક લિ. હતી.  

Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer