ડ્રગ કેસ : રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને જામીન મળ્યા

મુંબઈ, તા. 2 : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે કૅફી પદાર્થ ખરીદવાના આરોપસર પકડવામાં આવેલા સુશાંતની ગર્લફ્રેન્ડના રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને બુધવારે મુંબઈની એક કોર્ટે જામીન આપ્યા હતા. 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં શોવિકની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ(એનડીપીએસ)ની જોગવાઈ હેઠળ ધરપકડ કરી હતી. એનડીપીએસ કોર્ટના જજે શોવિકને રૂા. 50 હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા. થોડા દિવસ પહેલા કોર્ટે અન્ય એક સંબંધિત કેસમાં પણ તેને જામીન આપ્યા હતા. 
જામીન અરજીમાં શોવિકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર મદાર રાખ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યં હતું કે એનસીબી સમક્ષ આરોપીએ કરેલા કબુલાતનામાને પુરાવો ગણી શકાય નહીં. 
અરજીમાં તેણે એવી પણ દલીલ કરી હતી કે મને કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer