એનજીટીએ સમગ્ર દેશમાં ફટાકડા પરનો પ્રતિબંધ લંબાવ્યો

ક્રિસમસ, ન્યૂયરમાં પણ આતશબાજી નહીં
નવી દિલ્હી, તા.2: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) દિલ્હી-એનસીઆર સહિત દેશનાં તમામ શહેરો અને ગામોમાં દૂષિત થતી વાયુની ગુણવત્તાને મદ્દેનજર કોવિડ-19 મહામારીનાં આ કાળમાં તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ અને આતશબાજી ઉપર પ્રતિબંધ લંબાવી દીધો છે. જો કે ક્રિસમસ અને નવા વર્ષે રાત્રે 11.30થી 12.30 કલાક સુધી માત્ર એવા શહેરોમાં ફટાકડા ફોડવાને અનુમતિ રહેશે જ્યાં હવાની શુદ્ધતા પ્રમાણમાં સારી હોય.
 આ પહેલા ઝડપથી વધી રહેલા પ્રદૂષણનાં કારણે એનજીટીએ 9 નવેમ્બરે મધરાતથી 30 નવેમ્બરની રાત સુધી દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાનાં વેચાણ અને આતશબાજી ઉપર પ્રતિબંધ લાગુ કર્યો હતો. જો કે એ પહેલા દિલ્હી સરકારે પણ આ મતલબનો પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે એનજીટીએ ફટાકડા ઉપર પ્રતિબંધ વધારતા સાર્વજનિક સ્થાન ઉપર કોઈપણ સમારોહ, લગ્નમાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત તેનાં વેચાણ ઉપર પણ પ્રતિબંધ રહેશે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer